શોધખોળ કરો

Manipur Election 2022 Date: મણિપુરની  60 બેઠકો પર 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન, આ દિવસે આવશે પરીણામ 

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે.

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમને લઈને તારીખોની જાહેરાત થયા બાદ અહીં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મણિપુર વિધાનસભામાં 60 બેઠકો છે અને હાલમાં ભાજપની સરકાર છે.

મણિપુરમાં ચૂંટણીની તારીખો જાહેર

60 બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ પહેલા રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 2017 ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે NPP અને કેટલાક અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી અને એન બિરેન્દર સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપ સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2022માં ભાજપે રાજ્યમાં જીતવા માટે 40 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે.

2017ની ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં માત્ર 21 બેઠકો જીતી હતી, જેના કારણે ભાજપને સરકાર બનાવવા માટે 60 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે અન્ય પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તે સમયે સૌથી વધુ બેઠકો જીતનાર કોંગ્રેસને 28 બેઠકો જીત્યા બાદ પણ રાજ્યની સત્તામાંથી બહાર થવું પડ્યું હતું. 

કોરોના મહામારી વચ્ચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચૂંટણી સંબંધિત સમયપત્રક શેર કર્યું હતું. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ તમામ ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબની 117 વિધાનસભા સીટો પર 1 તબક્કામાં મતદાન થશે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે પણ એક તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

યુપીમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવાની છે, જ્યારે મણિપુર બે, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં બે તબક્કામાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે. યુપીમાં પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ, સાતમો તબક્કો 7 માર્ચના રોજ. આ સિવાય યુપી ઉપરાંત પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ત્રણ રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. 10 માર્ચે તમામ રાજ્યોના પરીણામ આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Panchmahal News । દાહોદમાં કમોસમી વરસાદને કારણે બગડ્યો શુભપ્રસંગAmreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
Embed widget