ખેડા ભાજપમાં મોટો ભડકો, માતરના ભાજપના ધારાસભ્યએ આપી રાજીનામાની ચીમકી
ખેડા ભાજપમાં ભંગાણના એંધાણ સર્જાયા છે. માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી આપી છે.
ખેડાઃ ખેડા ભાજપમાં ભંગાણના એંધાણ સર્જાયા છે. માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે ખેડા પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલે છે, અધિકારીઓ કોઈનું સાંભળતા ન હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી. માતરના ધારાસભ્ય કેસરી સિંહે પાણી બાબતે થયેલી માથાકૂટને લઈ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી પરંતુ એકની અટકાયત કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
કેસરીસિંહ સોલંકી દાવો કર્યો હતો કે કોર્ટમાંથી જામીન ન મળ્યા હોવા છતાં સાંઠગાંઠથી આરોપીને જામીન આપવામાં આવ્યા છે. એસપી, પીએસઆઇ અને કોન્સ્ટેબલ હપ્તા ઉઘરાવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આવતીકાલ સુધીમાં એસપી પીએસઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી નહી થાય તો હું રાજીનામું આપીશ. ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે, ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી.
કેસરીસિંહ સોલંકીએ કહ્યું કે હું કાલે રાજીનામું આપી દઇશ. હું આવતીકાલે ગૃહમંત્રીને મળીને રજૂઆત કરીશ. ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. પંકજ દેસાઇથી લઇને જિલ્લા પ્રમુખ સુધી રજૂઆતો કરી છે. પાણી બાબતે થયેલી માથાકૂટને લઇને લીંબાસી પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ખોડિયાર જયંતિના દિવસે બબાલ થઇ હતી. ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ ફક્ત એક આરોપીની અટકાયત થઇ છે.
Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે
SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું