શોધખોળ કરો

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર 

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા ૨૦ થી ૨૫ દબાણો ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું.

ગાંધીધામ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા ૨૦ થી ૨૫ દબાણો ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. 

મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.  વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.  ગાંધીધામ આદિપુર ને જોડતા માર્ગો ઉપર દબાણ થઈ જતાં અનેક વાર નોટિસો પણ આપવામાં આવી હતી.  નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા આજે મહાપાલિકા દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. ૨૫ થી વધુ મહાનગરપાલિકા કર્મચારીઓ સાથે Dysp, PI, PSI સહિત ૩૨ જેટલા પોલીસ કર્મચારીઓ સાથે આજ રોજ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરમાં કરેલા સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા છે, જેમાં ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી આપના નગર ચાર રસ્તા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.

દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી

ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.  સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું છે. પંરતુ સોમવાર સુધી કોઈ પણ દબાણો દૂર કરવામાં ના આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણો તોડી પાડવામા આવ્યા હતા. કેટલાક લોકો પોતાની જાતે  દબાણ તોડી પાડ્યા હતા. મહાનગરપાલિકાની આ કાર્યવાહી ગાંધીધામ અને આદિપુર બંને શહેરોના માર્ગોને પહોળા કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે. આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પણ રસ્તાની માપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ નોટિસને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા છે. ગાંધીધામમાં અત્યાર સુંધી ૩૦૦ જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.આવનારા દિવસોમાં પણ હજુ દબાણો દૂર કરવામાં આવશે.  મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા પહોળા કરવાના હોવાથી દબાણ દૂર કરવામાં આવશે. 

નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનારા પર બોલાવી તવાઈ, બાકીદારોમાં ફફડાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget