નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનારા પર બોલાવી તવાઈ, બાકીદારોમાં ફફડાટ
નવસારી નગરપાલિકાના સમયમાં 10 વર્ષો સુધી કોમર્શિયલ મિલકતોના વેરા નહીં ભરીને પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાસન કરનારા 2400 થી વધુ મિલકત ધારકો સામે નવસારી મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે.

નવસારી: નવસારી નગરપાલિકાના સમયમાં 10 વર્ષો સુધી કોમર્શિયલ મિલકતોના વેરા નહીં ભરીને પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાસન કરનારા 2400 થી વધુ મિલકત ધારકો સામે નવસારી મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે, વર્ષોના બાકી વેરા નહીં ભરે તો મિલકતને સીલ મારવાની કાર્યવાહી આરંભતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
મિલકત ધારકોએ પોતાના વેરા છેલ્લા આઠ વર્ષથી ભર્યા નથી
ગુજરાતમાં કોઈ પણ પાલિકા કે મહાનગરપાલિકાનું માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વિકાસનો મુખ્ય આધાર મિલકતોમાંથી થતી આવક અને વેરાની આવક બની છે. પરંતુ નવસારી મહાનગરપાલિકામાં ઊંધી ગંગા વહેતી હોય એવા દ્રશો પ્રતિત થઈ રહ્યા છે. નવસારી શહેરમાં અંદાજિત 2400 થી વધુ મિલકત ધારકોએ પોતાના વેરા છેલ્લા આઠ વર્ષથી ભર્યા નથી એવા લોકો પર અત્યારે તવાઈ જોવા મળી રહી છે.
વેરા વસુલાતની કામગીરી શરૂ
મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ હજી સુધી ૬૦ ટકા જેટલી જ રકમની રિકવરી કરવામાં આવી છે. શહેરમાં એવી ઘણી મિલકતો છે જેના વેરા છેલ્લા ત્રણ વર્ષથી કે એનાથી વધારે સમયથી ભરવામાં આવ્યા નથી એવી મિલકતો ઉપર અત્યારે મહાનગરપાલિકા નજર રાખી રહી છે અને વેરા ન ભરનાર મિલકત ધારકો સામે એમની મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સીલીંગની કામગીરી શરૂ થતા વિપક્ષી સભ્યોએ પણ મહાનગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે.
મહાનગરપાલિકાની ટીમ એક્શનમાં આવી
વેરા ભરવાની વાત આવે તો નગરપાલિકાના કોર્પોરેટરો પણ એમાંથી બાકાત રહ્યા નથી. સ્વ કોર્પોરેટર શુભમ મુંડિયાની મિલકતના 8 લાખ રૂપિયા જેટલો વેરો ભરવાનો બાકી છે એવી જ રીતે શહેરના અમુક બિલ્ડરોના મિલકતોના વેરા ભરવાના પણ બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મિલકત ધારકની 22 જેટલી દુકાનોના વેરા બાકી હોવાના પુરાવાઓ મળતા હાલ મહાનગરપાલિકાની ટીમ એક્શનમાં આવી છે. મિલકતો સીલ કરવા વિચારવામાં આવી છે જો આવા મિલકત ધારકો પોતાના મિલકત વેરા પેનલ્ટી સાથે ન ભરે તો કડક કાર્યવાહીની પણ મહાનગરપાલિકાની ટીમ એ ચીમકી ઉચ્ચારી છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની લાલ આંખ, 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
