શોધખોળ કરો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીને લઈ  આગાહી કરવામાં આવી છે.  

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીને લઈ  આગાહી કરવામાં આવી છે.  આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડીથી ઠુંઠવાયું છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 

રાજ્યના શહેરોની વાત કરીએ તો 5.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. સૌરાષ્ટ્રના લગભગ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો છે. કેશોદમાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી પર પહોંચ્યો છે.  અમરેલીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો ભૂજમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દિવમાં ઠંડીનો પારો 10.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ડીસામાં તાપમાન 10.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે.

આ તરફ પોરબંદરમાં ઠંડીનો પારો 11 ડિગ્રી, ભાવનગર અને કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.3 ડિગ્રી પર પહોંચ્યો છે. મહુવામાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી, તો અમદાવાદ અને કંડલા પોર્ટ પર ઠંડીનો પારો 11.7 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો વેરાવળમાં ઠંડીનો પારો 13.8 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 14.2 ડિગ્રી, દ્વારકામાં ઠંડીનો પારો 15.3 ડિગ્રી, વડોદરામાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. દમણમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી અને ઓખામાં ઠંડીનો પારો 19 ડિગ્રી પર પહોંચી ગયો છે.

પેપર લીક કાંડને લઈને NSUI અને યુથ કોંગ્રેસનું વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન

અમદાવાદ:  પેપર લીક કાંડ અંગે  ગુજરાત કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. યુથ કૉંગ્રેસે વિરોધ નોંધાવી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી છે. આ તમામ આસિત વોરાના ઘરની બહાર ભેગા થયા હતા. અસિત વોરા ઘરે પહોંચે તે પહેલાં જ કરવામાં આવી અટકાયત.  રોડ ઉપર ઉડાડવામાં આવી નકલી 2000ની નોટો.  પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.  હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 

પેપર લીક કાંડમાં  ભાજપ સરકારના વિરોધમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા દાહોદમાં  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget