શોધખોળ કરો

હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર, આગામી 3 કલાક બાદ આ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદનું એલર્ટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યમાં નાઉકાસ્ટ જાહેર કર્યું.
  • ગાજવીજ, તેજ પવન સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ.
  • અમદાવાદ, સાબરકાંઠા, દાહોદ સહિત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ.
  • રાજ્યના 50 થી વધુ તાલુકાઓમાં રવિવારે વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Forecast:અમદાવાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.વિભાગે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ, પાટણ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આગામી કલાકોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાત્રે એક વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે. ખાસ કરીને ખુલ્લા મેદાનો, વૃક્ષોની નજીક અને નબળા માળખાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

  અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ

દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ તોફાની પવન સાથે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે નર્મદા, ડાંગ અને તાપીમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.                                                                                    

રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો

રવિવારે રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહીસાગરના વીરપુરમાં સૌથી વધુ 1.15 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે અને વાતાવરણ ઠંડું બન્યું છે.

Frequently Asked Questions

આગામી 3 કલાક માટે હવામાન વિભાગની શું આગાહી છે?

હવામાન વિભાગ મુજબ, રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. રાત્રે 1 વાગ્યા સુધી વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે.

કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે?

સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

પવનની ઝડપ કેટલી રહેવાની શક્યતા છે?

કેટલાક વિસ્તારોમાં 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, ડાંગ અને તાપીમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી છે.

કેટલાક વિસ્તારોમાં કયા એલર્ટ જાહેર કરાયા છે?

દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગઈકાલે કયા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો?

રવિવારે રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહીસાગરના વીરપુરમાં સૌથી વધુ 1.15 ઈંચ વરસાદ પડ્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget