શોધખોળ કરો

Micron India Plant: ટાટા પ્રોજેક્ટ્સ બનાવી રહી છે માઇક્રોનની પ્રથમ ભારતીય ચિપ ફેક્ટરી, કંપનીએ શરૂ કરી ભરતી

Micron India Plant: ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવાના સરકારના પ્રયાસો હવે શરૂ થઈ ગયા છે

Micron India Plant:  ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવાના સરકારના પ્રયાસો હવે શરૂ થઈ ગયા છે. અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ભારતમાં તેના પ્રથમ પ્લાન્ટ પર કામ શરૂ કરી દીધું છે. માઈક્રોને આ પ્લાન્ટ માટે ભારતીય કંપની ટાટા પ્રોજેક્ટ્સની મદદ લીધી છે. કંપનીએ આ પ્લાન્ટ માટે હાયરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

માઈક્રોન આટલું રોકાણ કરશે

માઈક્રોન લિમિટેડનો આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં બની રહ્યો છે. કંપની તેની સૂચિત ફેક્ટરીમાં 2.75 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. માઈક્રોને શનિવારે આ માટે ભૂમિ પૂજન સમારોહનું આયોજન કર્યું હતું. આ રીતે સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં માઈક્રોનની પ્રથમ ભારતીય ફેક્ટરીનું નિર્માણ કાર્ય ઔપચારિક રીતે શરૂ થયું છે.

ટાટા બનાવી રહી છે  માઈક્રોનનો પ્લાન્ટ

આ માઈક્રોન ફેક્ટરી સાણંદ GIDC-II ઔદ્યોગિક વસાહતમાં 93 એકરના પ્લોટ પર બનાવવામાં આવી રહી છે. અમેરિકન કંપની આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા જઈ રહી નથી પરંતુ આ પ્લાન્ટમાં એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગનું કામ કરવામાં આવશે. શનિવારે ભૂમિ પૂજન સમારોહની સાથે માઈક્રોને પ્લાન્ટ માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

સરકાર તરફથી ઘણી મદદ મળશે

સરકાર સેમિકન્ડક્ટર મામલે દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહી છે. આ કારણોસર સરકાર ભારતમાં પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને ઘણી મદદ કરી રહી છે. માઈક્રોનને સરકાર તરફથી પણ મદદ મળવા જઈ રહી છે. આ નિર્માણાધીન પ્લાન્ટની કુલ કિંમતનો અડધો ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે જ્યારે રાજ્ય સરકાર વિવિધ રાહત પગલાં દ્વારા ખર્ચના 20 ટકા ભોગવશે. આ રીતે માઈક્રોને કુલ કિંમતના માત્ર 30 ટકા ચૂકવવા પડશે.

2025 થી કામગીરી શરૂ થશે

માઈક્રોનના આ પ્લાન્ટમાં 5 લાખ ચોરસ ફૂટનો ક્લીન રૂમ પણ સામેલ છે. કંપનીને આશા છે કે પ્લાન્ટનું નિર્માણ કાર્ય આવતા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. અમેરિકન ચિપ કંપની 2024 ના અંત સુધીમાં પ્લાન્ટ પૂર્ણ થયા પછી કામગીરી શરૂ કરવાની આશા રાખે છે. મતલબ કે આ માઈક્રોન પ્લાન્ટમાં કામગીરી 2025થી શરૂ થઈ શકે છે. માઈક્રોને એમ પણ કહ્યું કે તેણે પ્રસ્તાવિત પ્લાન્ટ માટે લોકોની ભરતી શરૂ કરી દીધી છે.

અનેક લોકોને રોજગારી મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન માઈક્રોને આ પ્લાન્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની આ પ્લાન્ટમાં કુલ 2.75 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકન કંપની આ ફેક્ટરીના નિર્માણમાં બે તબક્કામાં 825 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાંથી લગભગ 5 હજાર લોકોને પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે, જ્યારે 15 હજાર લોકોને પરોક્ષ રોજગારની તકો મળી શકે તેવી અપેક્ષા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
Embed widget