શોધખોળ કરો

Amreli: સ્વીચ્ડ ઓફ  મોબાઇલ ચાલું કરવા જતાં જ થયો બ્લાસ્ટ, યુવકને ....

માવજીભાઈ કવાડ નામના વ્યક્તિ પોતાનો સેમસંગ કંપનીનો મોબાઈલ સ્વીચઓફ થયેલો હતો ત્યારે મોબાઈલ શરૂ કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મોબાઈલ ફાટ્યો હતો અને ધુમાડા નીકળવા મંડ્યા હતા.

અમરેલીઃ જીલ્લાના રાજુલામાં છતડિયા ગામમાં મોબાઈલ ફાટવાની ઘટના બની છે. સ્વીચઓફ થયેલો મોબાઈલ શરૂ કરવા જતાં અચાનક જ મોબાઈલ ફાટતા એક વ્યક્તિને હાથના ભાગે ઇજાઓ પહોંચી છે. મોબાઈલનો યુઝ કરતા લોકો માટે લાલા બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

રાજુલાનું છતડીયા ગામના ખેતર વિસ્તારમાં મકાનમાં અચાનક જ મોબાઇલ ફાટવાની ચોંકાવનારી ઘટના બની છે. માવજીભાઈ કવાડ નામના વ્યક્તિ પોતાનો સેમસંગ કંપનીનો મોબાઈલ સ્વીચઓફ થયેલો હતો ત્યારે મોબાઈલ શરૂ કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મોબાઈલ ફાટ્યો હતો અને ધુમાડા નીકળવા મંડ્યા હતા. તેમાંથી આગ નીકળતા આ વ્યક્તિના હાથમાં પણ ઇજા પહોંચી હતી અને હાથની આંગળીઓ લોહી લુહાણ કરી નાખી હતી હતી. જોકે સમય સુચકતાને કારણે મોબાઈલ બહાર ફેંકી દેતા યુવકના હાથને વધુ નુકશાન પહોંચાડ્યું ન હતું. તેમની પાસે બેસેલા તેમના પરિવારજનોમાં પણ દોડધામ મચી ગઇ હતી. 

બીજી તરફ આ ઘટના બનતા પરિવારજનોમાં પણ ભયનો માહોલ બન્યો છે અને મોબાઈલ ફાટતા અવાજ પણ આવ્યો હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પરિવારજનોએ પણ મોબાઇલની લત ધરાવતા નાના બાળકોને પણ મોબાઈલ આપવાનું બંધ કર્યું છે અને મોબાઈલથી સાવધાન રહેવુ જોઈએ તેમ જણાવી રહ્યા છે.

આ ઘટનાને પગલે મોબાઈલના જાણકાર અને મોબાઈલ ટેક્નિશિયન તરીકે ઘણા વર્ષોથી અલગ-અલગ કંપની સાથે કામ કરતા વ્યક્તિનું માનીએ તો જે મોબાઈલ હોય તે જ કંપનીના ચાર્જરનો યુઝ કરવો જરૂરી છે. નહિતર ચાર્જરના વોલટેજ અને એમ્પિયર અલગ-અલગ હોય જેથી બેટરીને નુકશાન થાય તો બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહે છે. મોબાઈલ પાણીમાં પડેલો હોય તો તેને સૂકવવા માટે સગડી, ગેસનો ઉપયોગ ન કરવો જોઈએ તો મોબાઈલ ચાર્જ થતી વખતે તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાળજી રાખવી જોઈએ તેવુ કહી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget