શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસુ શરૂ થશેઃ અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના કહેવા અનુસાર, 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે.

Ambalal Patel Forecast: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની આગાહી કરી છે. ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસુ શરૂ થશે.

અંબાલાલ પટેલના કહેવા અનુસાર, 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે. વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે. ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે. 10મી જુનથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે. 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેના રોજ નિર્ધારિત કરતા પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. નેઋત્યનું ચોમાસું આગળ વધતા ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે.

આગામી પાંચથી સાત દિવસ ગુજારતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 9 જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસશે વરસાદ.

10 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, વડોદરા, નવસારી, વલસાડ અને દાહોદમાં પડશે વરસાદ.

તો 11 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં વરસશે વરસાદ.

12 જૂનના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં વરસશે વરસાદ.

તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે, 12 જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસું. 12 થી 15 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ વરશે. કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ વરસશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget