24 કલાકમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે, આજે રાજ્યનાં 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Gujarat Weather: હવે આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશ કરશે કરશે ત્યારે આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
12 જૂને
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.
13 જૂને
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.
14 જૂને
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
15 જૂને
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી છે.
16 જૂને
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 48 કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે.
આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે અને વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઈંચ વરસાદ
પંચમહાલના મોરવાહડફમાં સવા ઈંચ વરસાદ
ગાંધીનગરના કલોલમાં વરસ્યો એક ઈંચ વરસાદ
મહીસાગરના કડાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
સંજેલી, કડી, ગાંધીનગરમાં વરસ્યો અડધો અડધો ઈંચ વરસાદ
કપરાડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
જેતપુર, અમરેલી,અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ
ખેરગામ, ભચાઉ, સાવરકુંડલા, પાલીતાણા, બાબરામાં વરસ્યો વરસાદ
ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં સરેરાશ 0.78 ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 1.30 ટકા વરસાદ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
