Morbi Bridge Collapse: એક જ રાતમાં ખોદી 40 કબરો... સ્મશાનથી કબ્રસ્તાન સુધીની રૂંવાડા ઉભી કરી દેતી કહાની
મચ્છુ નદીમાં ડૂબી જવાથી 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારથી મોરબીમાં પોતાના પ્રિયજનોના આક્રંદ અને એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે.
Morbi Bridge Collapse: ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબરે જે બન્યું તે ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. 100 વર્ષથી વધુ જૂનો આ પુલ રિનોવેશનના થોડા દિવસો બાદ જ તૂટી પડ્યો હતો. મચ્છુ નદીમાં ડૂબી જવાથી 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારથી મોરબીમાં પોતાના પ્રિયજનોના આક્રંદ અને એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. દરેક જગ્યાએ લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહોને વળગીને રડતા જોવા મળ્યા હતા.
મોરબીના સૌથી મોટા કબ્રસ્તાનના ચીફ કેરટેકર ગફૂર પસ્તીવાલાએ જણાવ્યું હતું કે, "અમે રાતોરાત 40 કબરો ખોદવી પડી હતી અને 12 કલાકમાં 8 બાળકો સહિત 20 લોકોને દફનાવવામાં આવ્યા હતા." પસ્તીવાલાએ કહ્યું કે આ ઘટનાએ 200 થી વધુ રહેવાસીઓને અકલ્પનીય દુઃખમાં મૂક્યા છે. પસ્તીવાલાએ બાજુમાં ચાર કબરોની પંક્તિ તરફ ધ્યાન દોર્યું, કહ્યું કે તેઓ સુમારા પરિવારના છે, જેમણે દુર્ઘટનામાં 4 બાળકો અને 3 મહિલાઓ સહિત સાત સભ્યો ગુમાવ્યા હતા.
આમિર અને તૌફીક પાછા ન આવ્યા...
દુર્ઘટનાના એક દિવસ પછી, વ્યવસાયો બંધ રહ્યા હતા અને શેરીઓ નિર્જન હતી. મોરબીના સૌથી જૂના હિન્દુ સ્મશાન ભૂમિ, ધોળેશ્વર મહાદેવથી લગભગ 50 મીટરના અંતરે, જ્યાં પૂર્વ રજવાડાનું મૃત્યુ સ્મારક આવેલું છે ત્યાં 25 વર્ષીય અમીર રફીક ખલીફા અને 18 વર્ષીય તૌફિક અલ્તાફ અજમેરીના પરિવારો શોકમાં છે. કુલીનગરના રહેવાસી અમીર અને તૌફીક રવિવારે શહેરના સૌથી લોકપ્રિય આકર્ષણ ઝુલતા પુલની મુલાકાતે ગયા હતા અને પરત આવ્યા ન હતા.
સ્મશાનગૃહમાં મૃતદેહોની લાગી લાઇન
મચ્છુ નદીના સમાકાંઠે મોક્ષધામ સ્મશાનગૃહમાં પણ ઘણા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને અહીં લાઇનો લાગી હતી. મોક્ષધામ સ્મશાનગૃહ ખાતે સુરેશ પરમાર 10 વર્ષના બે છોકરા યુવરાજ અને ગિરીશ મકવાણાની સળગતી લાકડાની ચિતાને જોઈને કહે છે, "મહેશ, જે મારો પિતરાઈ ભાઈ છે, તે તેના પુત્ર અને ભત્રીજાને ચાઈનીઝ ખવડાવવા ગયો હતો. તે દરમિયાન તેઓ પણ પુલ પર ગયા અને લગભગ 1 વાગ્યે અમને ફોન આવ્યો કે તેમના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે."
Gujarat | Rescue operation continues at the site in Machchhu River in Morbi where a bridge collapsed leaving 135 dead & scores injured till now. pic.twitter.com/37owK4jZ0y
— ANI (@ANI) November 1, 2022