શોધખોળ કરો

MORBI : વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન, તમામ પદાધિકારીઓને ઘરભેગા કરાયા

Wankaner Municipality : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ કાર્યવાહી કરી છે.

Morbi news : વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવ્યું છે અને આ સાથે તમામ પદાધિકારીઓને  ઘરભેગા કરાયા છે. 

રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. પધધિકારીઓની ચેમ્બરને સીલ મારી દેવાયા છે અને પાલિકાના રેકોર્ડ અને ઠરાવ સહિતના સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યાં છે.

અગાઉ બોટાદ નગરપાલિકા થઇ સુપરસીટ થઇ હતી 
આ પહેલા આ વર્ષે જ ગત જૂન મહિનામાં 44 સભ્યોવળી બોટાદ નગરપાલિકાના સભ્યો વચ્ચે  ચાલી રહેલા  આંતરિક વિખવાદ બાદ પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી તમામ  44 સભ્યોને ઘરભેગા કરી દીધા હતા અને પ્રાંત અધિકારીએ પોતે નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો હતો. 

બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા અને 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં પક્ષની સૂચના મુજબ લઈ લેવામાં આવ્યાં હતા અને નવા પ્રમુખ અને નવી બોડી કામ કરશે તેવી ભાજપને આશા હતી. પણ પ્રમુખ પસંદગી સમયે મેન્ડેડ સામે ભાજપના જ સભ્ય અલ્પાબેન સાબવા દ્રારા ઉમેદવારી કરી બહુમતી હાંસલ કરી જીત મેળવી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 

અલ્પાબેન સાબવાની તરફેણ કરનાર ભાજપના 17 અને પ્રમુખ મળી 18 સભ્યોને ભાજપ દ્વારા  બળવાખોર જાહેર કરી ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા  અને ભાજપની સાખ દાવ પર લાગી હોય તેમ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા  અલગ અલગ કારણોથી  વિકાસના કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હોય તેવા કારણો સાથે નવનિયુક્ત પ્રમુખને સુપરસીટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી  અને તેનો જવાબ રજૂ કરવા જણાવામાં આવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget