Morbi: મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી સાત વર્ષની બાળકીનું મોત, પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી
મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોરબીના મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. પાનેલી રોડ પર મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ૭ વર્ષની બાળકીનું મોત થયું હતું. અસ્મીતાબેન પીતાંબરભાઈ ઝાલા નામની સાત વર્ષની બાળકીનું પાણીના ખાડામાં પડી જવાથી મોત થતા પોલીસ દોડતી થઇ હતી.
ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે બાળકીની શોધખોળ હાથ ધરતા અંતે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અંજારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ
કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી
અંજારના ડીવાયએસપીએ શું કહ્યું
પૂર્વ કચ્છ અંજારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. અંજારના ગંગા નાકા પાસે રાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટના ગત રાત્રીના 11 વાગ્યા ની આસપાસ બની હતી. ફાયરિંગ બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે અંજારના ડીવાયએસપીએ કહ્યું, બે આરોપીને રાત્રે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છના અંજારમાં સતત વધી રહેલ લૂંટ, ફાયરિંગ ની ઘટનાથી લોકોમાં પણ હવે ભયનો માહોલ છે.
થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના
અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના
અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી મારવામાં આવી હતી જેમાંથી ચાર લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.