મોરબીઃ દીધડીયા ગામે દીવાલ પડતાં બે સગા ભાઈ સહિત ત્રણના મોત, મૃતકની દિકરીના કરવાના હતા લગ્ન
મોરબી જિલ્લાના હળવદના દીધડીયા ગામે કરુણાંતિકા સર્જાઈ હતી. ખાલી પ્લોટમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી.
મોરબી જિલ્લાના હળવદના દીધડીયા ગામે કરુણાંતિકા સર્જાઈ હતી. ખાલી પ્લોટમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે આવી જતાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
બે ભાઈ અને ભત્રિજાનું મોતઃ
દીધડીયા ગામે હકાભાઈ અને વિપુલભાઈ (બંને સગા ભાઈ) અને તેમનો ભત્રીજો મહેશ કાંજીયા ઘર પાસે આવેલા ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. આજે રાતે માતાજીનો માંડવો રાખેલ હોવાથી નાનકડા પ્રસંગનું આયોજન કરવાનું હોવાથી પ્લોટમાં સાફસફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. આ દિવાલ નીચે બંને ભાઈ અને ભત્રીજો આવી ગયા હતા અને તેમના મોત નિપજ્યાં હતાં.
દિકરીના લગ્ન લેવાય તે પહેલાં
મળતી માહિતી મુજબ આવતીકાલે મૃતક હકાભાઈની દિકરીના લગ્ન પણ લખવાના હોવાથી ઘરમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ હવે ઘરના મોભી અને ભાઈ-ભત્રિજાનું કરુણ મોત થતાં સમગ્ર પરિવારમાં શોકમાં માહોલ છે. હાલ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ લોકોને ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવા અપીલ
અમદાવાદઃ રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિતવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં સિવીયર હિતવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગી તાપમાન નોંધાયુ છે.
બે દિવસથી રાજ્યના 10 શહેરમાં 41 થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. બે દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે. જોકે ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. લોકોને ગરમીમાં જરૂર વગર બહાર નહિ નીકળવા અને સ્વ બચાવ માટે વિવિધ ઉપાય કરવા કરાઈ અપીલ. રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.