શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વધુ 4 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
આજે સિવિલમાંથી કોરોનાના ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં વિસાવદર પ્રેમપરાના ત્રણ અને બરડીયાના એક દર્દીને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ લોકો મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢમાં 4 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે સિવિલમાંથી કોરોનાના ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં વિસાવદર પ્રેમપરાના ત્રણ અને બરડીયાના એક દર્દીને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
અગાઉ પણ ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે વધુ ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હવે કુલ ૮ ડિસ્ચાર્જ થયા છે. જીલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યા ૨૫ હતી, જેમાંથી ૮ ડિસ્ચાર્જ થતાં હવે ૧૭ એકટીવ કેસ છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 279, સુરત 35, વડોદરા 30, ગાંધીનગર-11, ભાવનગર-1, આણંદ-1, રાજકોટ-5, અરવલ્લી-1, મહેસાણા-2, પંચમહાલ-2, મહીસાગર-2, ખેડા-3, જામનગર-1, સાબરકાંઠા-14, દાહોદ-4, વલસાડ-1 અને અન્ય રાજ્યના 2 કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement