શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લા માટે રાહતના સમાચારઃ વધુ ચાર દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 9 દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા છે. અનેક જિલ્લામાંથી લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 9 દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દર્દીઓમાં સુરેન્દ્રનગર શહેરના એક અને સાયલા તાલુકાના ત્રણ દર્દીને રજા આપવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 33 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 14 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમજ હાલ, 18 એક્ટિવ કેસ છે. આજે આવેલા એક કેસની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસૂતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રસૂતા મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આજે વહેલી સવારે પ્રસૂતા મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. આ અંગેની સમગ્ર જાણકારી સુરેન્દ્રનગર કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરા ગામની પ્રસૂતા મહિલાની દવા અમદાવાદ ચાલતી હતી. ત્યારે 23 મેના રોજ આ પ્રસૂતા મહિલા અમદાવાદ દવા લેવા ગયા બાદ કોરોના પોઝિવિટ હોવાનું બહાર આવ્યું હતુ. પ્રસૂતા મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ પ્રસૂતા મહિલા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.4 asymptomatic patients have been successfully discharged today as per ICMR guidelines. Wishing them good health. @pkumarias pic.twitter.com/e3ZW2halBC
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) May 29, 2020
આજે વહેલી સવારે આ પ્રસૂતા મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. હાલ મહિલા અને બાળકની તબિયત સ્વસ્થ છે. આ સમગ્ર ઘટનાની જાણકારી સુરેન્દ્રનગરના કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion