શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં રક્ષાબંધનના તહેવારને લઈ GSRTC દ્વારા વધુ બસો દોડાવાશે

આગામી 30 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે નિગમ દ્વારા આ વખતે 500થી વધારે વધારાની બસોનો સંચાલન કરશે.

ગાંધીનગર: રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. આગામી 30 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે નિગમ દ્વારા આ વખતે 500થી વધારે વધારાની બસોનો સંચાલન કરશે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ જવા નિકળતા હોય છે. આ દરમિયાન એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે 500 બસોની મદદથી રાજ્યભરમાં અંદાજે 2000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. 

મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના - મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે.
 
રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન થકી એસટી નિગમ અંદાજે 80 લાખથી વધુનો લક્ષ્યાંક રાખી રહ્યું છે.  ગયા વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન 400 જેટલી વધારાની બસ થકી 1500 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી નિગમને 60 લાખ જેટલી વધારાની આવક થઈ હતી. 

રક્ષાબંધનના તહેવાર પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, તો  રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે?

દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંનેના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે.

એવું માનવામાં આવે છે કે, આ શુભ દિવસે જે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, તેમને અકાળ મૃત્યુ નથી આવતું તેમજ દિર્ઘાયુ અને સ્વસ્થ જીવનના આશિષ મળે છે. બહેનના દીલથી મળેલા આશિષથી ભાઇ  જીવનમાં ઘણી પ્રગતિ પણ કરે . આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, આવી સ્થિતિમાં બંને દિવસે રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે, ચાલો જાણીએ શુભ મૂહૂર્ત અને વિધિ

શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30મી ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31મી ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યા સુધી રહેશે. જો કે આ સાથે 30 ઓગસ્ટ, 2023 ના રોજ ભદ્રા પણ છે. જે  સવારે 10.58 થી શરૂ થઈ રહી છે અને તે રાત્રે 09.01 સુધી છે. આવી સ્થિતિમાં, ભદ્રાની સમાપ્તિ પછી રાખડી બાંધવી શુભ રહેશે. આ દિવસે ભદ્રા પૃથ્વીમાં રહેશે, જે અશુભ માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget