![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Loksabha Election: ડાંગ જિલ્લામાં 150થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા
ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
![Loksabha Election: ડાંગ જિલ્લામાં 150થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા More than 150 Congress workers join BJP in Dang district Loksabha Election: ડાંગ જિલ્લામાં 150થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/22/ca04abfcb051e0456977e5ee6b759e3b1708600424573651_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ડાંગ : લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આહવા તાલુકાના ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં 150 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કાર્યો છે. ભાજપ સંગઠન પ્રમુખ કિશોર ગાવિત, ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સંગઠન મહામંત્રી હરિરામ સાવંતના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ધવલીદોડ ગામના માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ 150 જેટલા કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડી કમળ પકડ્યું છે.
ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત, આ 2 બેઠક પર લડશે AAP
લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો નિર્ણય કર્યો છે. આજે બંને પક્ષે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને બંને પક્ષના ગઠબંધન અંગે જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસના હાથમાં ઝાડુ લીધું છે. જી હાં, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની બે બેઠકો પર કૉંગ્રેસ આપ સાથે મળીને લડશે. આ ગઠબંધન મુજબ કોગ્રેસ લોકસભાની 24 બેઠક પર તેમના ઉમેદવાર ઉતારશે તો 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ભાવનગર અને ભરૂચ આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો અન્ય 24 પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે.
ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતના ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ,ભાવનગર સિવાયની 24 બેઠક પર AAPનું સરેન્ડર થયું છે.
ગઠબંધનને AAPના તમામ નેતાઓએ વધાવ્યું છે. ચૈતર વસાવાએ શક્તિસિંહ ગોહિલ, મુમતાઝ પટેલનો આભાર માન્યો છે. ઈસુદાન ગઢવીએ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના નેતાઓનો માન્યો આભાર છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓનો ચૂંટણીમાં સહકાર મળવાનો વિશ્વાસ વ્યક્તકર્યો છે. ચૈતર વસાવાએ કહ્યુ કે,ભરૂચ લોકસભા સીટ જીતીને અહમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)