આ જિલ્લામાં વેક્સીન મહા અભિયાનને લાગશે ધક્કો, આરોગ્ય કર્મીઓએ ફરજથી અળગા રહેવાનો લીધો નિર્ણય
સાબરકાંઠાના ૭૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ ફરજથી અળગા રહેશે. આરોગ્ય કર્મીઓની માંગણી ન સંતોષાતા વેક્સીન મહા અભિયાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે વિરોધ દર્શાવ્યો.
સાબરકાંઠા: જીલ્લાના ૭૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ આજે ફરજથી અળગા રહેશે. આરોગ્ય કર્મીઓની માંગણી ન સંતોષાતા વેક્સીન મહા અભિયાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે ફરજથી અળગા રહી વિરોધ દર્શાવ્યો છે. હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય કર્મીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો.આ ઉપરાંત જો પડતર માંગણી નહિ સંતોષાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કોગ્રેસ છોડવા પર SPGના લાલજી પટેલે હાર્દિક પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યુ?
સુરતઃ એસપીજીના વડા લાલજી પટેલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર અને હાર્દિક પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે પાટીદાર આંદોલન સમયના કેસોને લઈ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળી રજૂઆત કરીશું અને જો સમાજના મુદ્દા નહીં ઉકેલાય તો વોટની તાકાત બતાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ લાલજી પટેલે કોગ્રેસ છોડી ચૂકેલા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે લોકો રાજકારણમાં જોડાયા પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર છે.
તે સિવાય લાલજી પટેલે આરોપ લગાવ્યો હતો કે વચન આપ્યા બાદ પણ સરકારે કેસ પાછા ખેંચ્યા નથી. પાટીદારો પરના કેસો પાછા ખેંચવામાં આવે અને જો રાજનીતિમાં સમર્થન કરી જો મુદ્દા ઉકેલાતા હોય તો બીજા પક્ષને સમર્થન આપવાની તૈયારી બતાવી હતી. સાથે જ લાલજી પટેલે દાવો કર્યો હતો કે મને પણ ઘણી બધી ઓફર આપવામાં આવી હતી પરંતુ હું કોઈ પણ પાર્ટીમાં જોડાઇશ નહીં. લાલજી પટેલે કહ્યું કે અમે લોકોનો વિશ્વાસ ક્યારેય તૂટવા દઇશુ નહીં. એસપીજી બિન રાજકીય સંસ્થા છે અને રહેશે. વચન આપ્યા બાદ પણ સરકારે કેસ પાછા ખેંચ્યા નથી. અમારા પ્રશ્નોનો ઉકેલ લાવનાર પક્ષને સમર્થન આપીશું. રાજનીતિમાં સમર્થન કરી જો મુદ્દા ઉકેલાતા હોય તો બીજા પક્ષને સમર્થન આપવા તૈયાર છીએ.