શોધખોળ કરો

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૮ લાખથી વધુ ખેડૂતોને કુલ ૩,૦૫૬.૪૮ કરોડ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરાતમાં અંદાજે ૬ કરોડથી વધુ વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. રાજ્યમાં અંદાજિત ૮૯ હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને તેમાં અંદાજે ૧.૭૧ કરોડ સભાસદો છે. ક્રેડિટ ફેસીલીટી અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૪૮ લાખ કરતા વધુ ખેડૂતોને સરકારે કુલ ૩,૦૫૬ કરોડ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવી છે. "કિસાન કલ્પવૃક્ષ યોજના" થકી વિવિધ બજાર સમિતિઓમાં ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય આપવામાં આવે છે.

દેશભરમાં ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય સહકાર સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ  ગુજરાતનાં સહકાર મોડલની સમગ્ર દેશમાં નોંધ લેવામાં આવે છે. ગુજરાતની સહકારી સંસ્થા "અમૂલ" એ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી પહેલાં સહકારી મંડળીની રચના વર્ષ ૧૮૮૯માં વડોદરામાં અન્યોન્ય સહાયક સહકારી મંડળીના રૂપમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ ૧૯૦૪ના સહકારી કાયદા પ્રમાણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વિસલપુર સહકારી મંડળી ગુજરાતની શરૂઆતમાં નોંધાયેલી મંડળી છે.

ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા ૧૩,૯૫૯ જેટલી હતી, જ્યારે આજે કુલ ૮૯,૨૨૧ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે ૧.૭૧ કરોડ સભાસદો જોડાયેલા છે. આમ, લગભગ ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. ગુજરાતના તમામ ૩૩ જિલ્લા મથકોએ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧માં દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. અમિતભાઈ શાહ દેશના સહકારિતા મંત્રાલયના પ્રથમ મંત્રી બન્યા પછી સહકારી ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, સાથે સાથે સહકારી મંડળીના સભાસદો માટે ઘણા હિતલક્ષી નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના સહકારી મંડળીઓના વિભાગ દ્વારા સભાસદોને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ લાભો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં ખેત-કૃષિ ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતી માટેની જરૂરીયાતો સંતોષવા વિવિધ બેન્કો દ્વારા ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવે છે. પાક ધિરાણ યોજના અંતર્ગત ખેડૂતોને વગર વ્યાજે એટલે કે 0 ટકા વ્યાજે ધિરાણ મળે છે. જેમાં ભારત સરકાર દ્વારા ૩ ટકા અને ગુજરાત સરકાર દ્વારા ૪ ટકા રકમનો ફાળો આપવામાં આવે છે. જે અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૮ લાખથી વધુ ખેડૂતોને કુલ ૩,૦૫૬.૪૮ કરોડ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

તેવી જ રીતે પશુપાલકોને ૧૯.૩૧ કરોડ રૂપિયા અને માછીમારોને ૭૮ લાખ રૂપિયાની વ્યાજ સહાય આપવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા ૨૫ ટકા મૂડી સહાય ૫ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪માં ૫૫૯ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ૧૫ કરોડની સહાય પણ આપવામાં આવી છે. 

એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્યમાં ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહે તે માટે ૨૨૪ બજાર સમિતિઓ કાર્યરત છે. "કિસાન કલ્પવૃક્ષ યોજના" અંતર્ગત આ બજાર સમિતિઓમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા કે ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૭૨ બજાર સમિતિઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૫૪.૫૫ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. 

NCD ડેટાબેઝ પર વિવિધ પ્રકારની ૮૦ હજાર મંડળીઓની માહિતી તૈયાર કરવામાં આવી છે, જે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને ડિવિડન્ડ આપવામાં આવે છે. આ ડિવિડન્ડ વર્ષોથી ૧૫ ટકા સુધી આપવામાં આવતુ હતુ જે હવેથી મંડળીઓ દ્વારા ૨૦ ટકા સુધી આપવામાં આવશે, જેનો લાભ મંડળીઓના લાખો સભાસદોને મળી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget