શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરના આ તાલુકામાં કોરોનાના વધુ 3 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ, જાણો વિગત
સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક અને નાના સખપર ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો ભયભીત થઈ ગયા છે. આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કોરોનાના વધુ ત્રણ કેસો સામે આવ્યા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક અને નાના સખપર ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
હાલ, તમામ ત્રણેય દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસની સંખ્યા કુલ ૧૩એ પહોંચી છે. નોંધનીય છે કે, 18મી મેના રોજ સુરેન્દ્રનગરમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જેમાંથી રતનપર શહેરી વિસ્તારમાં બે અને સાયલા તાલુકામાં ત્રણ કેસ નોંધાયા હતા. સાયલા તાલુકાના ગુંદિયાવાડામાં એક અને સાયલા તાલુકાના નડાળા ગામમાં બે પોઝિટિવ કેસ નોંધા હતા. અગાઉ 17મી મેના રોજ પણ એક કેસ નડાળામાં નોંધાયો હતો. આમ, માત્ર સાયલા તાલુકામાં જ 7 કેસ થઈ ગયા છે.
અન્ય તાલુકાની વાત કરીએ તો મૂળી તાલુકાના આસુન્દ્રાળી કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જેમાંથી બે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી પહેલો કેસ થાનગઢમાં નોંધાયો હતો. આ દર્દી પણ સ્વસ્થ થઈ ગયેલો છે. આમ, જિલ્લામાં હાલ, 10 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement