Gujarat: ગુજરાત ક્વીન ટ્રેનમાં દરવાજા પાસે બેસેલા માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટ્કાયા
સુરતથી વલસાડ જતી ટ્રેનમાં રેલ્વે કર્મચારી તેમના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. રેલ્વે કર્મચારીના પત્ની, પુત્ર અને પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા.
સુરત: એક ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી છે. સુરતથી વલસાડ જતી ટ્રેનમાં રેલ્વે કર્મચારી તેમના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. રેલ્વે કર્મચારીના પત્ની, પુત્ર અને પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ભીડ હોવાને કારણે પરિવારના તમામ સભ્યો ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા. ગુજરાત ક્વીન ટ્રેનમાં માતા-પુત્ર દરવાજા પાસે બેઠા હતા.માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
અચાનક માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા
મુસાફરી દરમિયાન રાતના સમયે માતા-પુત્રને ઉંઘ આવી ગઈ હતી. અચાનક માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. ટ્રેન બીલીમોરા સ્ટેશન પાસે આવીને ઉભી હતી. ત્યારે રેલ્વે કર્મચારી અને તેમની પુત્રીને માતા-પુત્ર ન દેખતા શોધખોળ શરૂ કરી હતી. નવસારી નજીકના વેડછા અને અંચેલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા. આ ઘટના માતાનું ઘટના પર કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રની ગંભીર હાલત હોવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સુરતમાં ત્રીજા માળે કપડાં સુકવવા ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત
સુરતના ઉધનામાં 20 વર્ષની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. સુરતના વિજ્યા નગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચોહાણ ઘરની આગાસી પર કપડા સૂકવવા માટે ચઢી હતી.યુવતીને અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા જોઇને લોકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જો કે દુર્ભાગ્યવશ વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કરી હતી. યુવતીના અચાનક મોતથી પરિવાર શોકમગ્ન છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં સુરતની ઉધના વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃત્યુને લઇને એક એવી ચર્ચા પણ છે કે, યુવતીને માતાએ ઠપકો આપતા યુવતીએ આપઘાત કર્યો હોય હાલ ઉધના પોલીસે અકસ્માતનું ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
https://t.me/abpasmitaofficial