NARMADA DAM : નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાશે
NARMADA DAM : ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે.
![NARMADA DAM : નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાશે Narmada dam water level rises to 135 meters, 23 gates of dam will be opened to release water NARMADA DAM : નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/b5b5412698b40db7acd334276ca01af21660575530697392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NARMADA DAM :સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી છે. ડેમમાં 2,01,961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે.
આજે 15 ઓગષ્ટે રાતે 10 કલાકે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.રિવરબેડ પાવરહાઉસ માં 6 ટર્બાઇન થી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,45,000 ક્યુસેક રહેશે.નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 22 માંથી 15 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉકાઈ ડેમની સપાટી 335.54 ફૂટ પર પોહચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાવચેતીના ભાગરૂપેનીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે 15 ઓગષ્ટે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે. આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓગષ્ટના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 17 ઓગષ્ટના દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ વરસશે જ્યારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
આ પણ વાંચો :
SURAT : રાજસ્થાનના CM અશોક ગેહલોત આવતીકાલે સુરતમાં, કોંગ્રેસ આગેવાનો સાથે કરશે મહત્વની બેઠક
Gujarat Rains : તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)