શોધખોળ કરો

વરસાદ રૂપી કુદરતી આશિર્વાદ શહેરો માટે સાબિત થયા શ્રાપ, AMC, SMC નહીં જાગે તો ચોમાસામાં તબાહી નક્કી

અમદાવાદ બાદ સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સુરતમાં પણ વરસાદ લોકો માટે આફત બન્યો છે.

Gujarat Rain: આજે સુરત અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ દાવા પોકળ સાબિ થયા છે. વરસાદ બાદની સ્થિતિને જોતા રાજ્યની બંન્ને મનપાની કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. થોડા જ વરસાદમાં અમદાવાદ અને સુરતમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સુરત, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે.

વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી છે. થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. કોર્પોરેટરો રસ્તા નાગરિકોની હાલાકી સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં તલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. સુભાષબ્રિજ, રાણીપ, ચાંદખેડામાં પણ પાણી ભાયા છે. અમદાવાદના મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સુરતમાં પણ વરસાદ લોકો માટે આફત બન્યો છે. સુરતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સણીયા-અહેમદ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાનું શરૂ થયું છે.

રાજયમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં  વરસાદનું આગમન થયું. અહીં સાબરમતી, શાહીબાગ, રાણીપ,RTO સર્કલ વિસ્તારમાં વરસાદના કારણે મોટાપ્રમાણમાં પાણી ભરાયા છે. હેલમેટ સર્કલ સહિતના  વિસ્તારમાં  વરસાદ ભરાતા આખરે ફરી એકવાર  મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલ્લી છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર  થઇ ગયા છે.અમદાવાદનાતલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં એટલું પાણી છે કે વાહન ચાલક સહિત રાહદારી પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે  મણીનગરમાં ઈમારતનો એક  ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે  સદભાગ્યે હજું સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget