શોધખોળ કરો
નવસારીના વાંસદામાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
રાત્રે 8.30 કલાકે 2.0ની તીવ્રતાનો, 8.33 કલાકે 2.1ની તીવ્રતાનો અને 8.40 કલાકે 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

નવસારી: વાંસદા તાલુકામાં આજે રાતે ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આગળના ભૂકંપના આંચકા કરતા હાલ આવેલા આંચકાની તીવ્રતામાં વધારો થયો હતો. 8.30ની આસપાસ ઉપરા ઉપરી બે થી ત્રણ આંચકા અનુભવાયા હતા. રાત્રે 8.30 કલાકે 2.0ની તીવ્રતાનો, 8.33 કલાકે 2.1ની તીવ્રતાનો અને 8.40 કલાકે 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ જાનહાનીના કોઇ સમાચાર નથી. ભૂકંપ આવે ત્યારે શું કરવુ જોઈએ - ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ. - મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો. ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો. - ઘરના કોઈ ખૂણામાં જતા રહો. - કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો. - પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો. - આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો. - લિફ્ટનો ઉપયોગ કરતા બચો. લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે. - નબળી સીડીઓનો ઉપયોગ ન કરો. સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી. - ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો, આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
વધુ વાંચો




















