શોધખોળ કરો

Navsari: નવસારીમાં ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ, 500થી વધુ લોકો થયા એકઠા

Navsari: નવસારી જિલ્લામાંથી પસાર થતા ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ શરૂ થયો હતો

Navsari:  નવસારી જિલ્લામાંથી પસાર થતા ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ શરૂ થયો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર, વાંદરવેલા અને ઝરી સહિતના ગામના 500થી વધુ લોકોએ એકઠા થઈ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો હતો અને કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત ચેન્નઈ હાઈવેના પ્રોજેક્ટમાં અંતર્ગત આવતા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતમાંથી નવસારી અને વલસાડ જિલ્લામાંથી આ હાઈવે પસાર થશે. જેમાં ગુજરાતમાંથી પસાર થતા હાઈવેની લંબાઈ 69 કિલોમીટર રહેશે. પ્રશાસને ડ્રોનની મદદથી સર્વેની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ મૌખિક વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના વિરોધના પગલે પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા અને સ્થાનિકોની રજૂઆત સાંભળી ગ્રામજનોને પોતાના વાંધા લેખિતમાં રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિમાં વધારો થવાનો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરતમાં MMTH પ્રૉજેક્ટને મંજૂરી મળી છે, રેલવે વિભાગે શહેરમાં MMTH પ્રૉજેક્ટ અંતર્ગત એલિવેટેડ રૉડ કોરિડૉરને મંજૂરી આપી દીધી છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત હવે શહેરમાં 496 કરોડના ખર્ચે નવો 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવવામાં આવશે. સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા માટે MMTH પ્રૉજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. 

સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિ પુરજોશમાં રહેશે, કેન્દ્ર સરકાર સુરતને વિશ્વ કક્ષામાં પર ચમકાવવા માટે પ્રયાસ કરી રહી છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, MMTH પ્રૉજક્ટમાં સુરતમાં હાલમાં 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ બનાવવા મંજૂરી મળી ગઇ છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત સુરતમાં 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવીને વરાછા, LH રૉડ અને રિંગ રૉડને નવા રેલવે સ્ટેશન સાથે જોડાશે. વરાછા- LH રૉડનાં બંને ગરનાળાં, આયુર્વેદિક કૉલેજ સહિતની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે. ખાસ વાત છે કે, સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા MMTH પ્રૉજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના રસ્તાને મલ્ટિમૉડ પરિવહન અંતર્ગત કનેક્ટિવિટી પુરી પાડવા 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ કોરિડૉર બાંધવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. હવે 12.5 મીટર (42 ફૂટ) ઉંચાઈએ નવો એલિવેટેડ રૉડ બનશે. 5.47 કિમી લાંબા આ કોરિડૉરને પગલે વરાછા ખાંડ બજાર રૉડથી લઈ લંબે હનુમાન રૉડ અને રિંગ રૉડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે, જેથી વરાછા ગરનાળુ, ખાંડ બજાર, એલ.એચ.રૉડ ગરનાળા, લાલ દરવાજા, આયુર્વેદિક કૉલેજ અને રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહત્તમ ઉકેલ આવી જશે. વરાછા અને રિંગ રૉડ, સેન્ટ્રલ ઝૉન વિસ્તારમાં વાહન વ્યવહાર આવાગમન ખુબજ સરળ થઈ જશે, તેમજ જે નવું કૉમર્શિયલ હબ બનશે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રૉડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી મળી છે, જે માટે સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ આ પ્રૉજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા સતત પ્રયત્નશીલ છે

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget