શોધખોળ કરો

નવસારી: તાંત્રિકે વિધિની નામે બે સગી બહેનો સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને બની ગર્ભવતી, પછી શું થયું?

તાંત્રિકે દીકરીના પિતાને 'તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે' એવું જણાવ્યું હતું. તેમજ આ વિધિ માટે 50 હજારનો ખર્ચ થશે અને વિધિ માટે પરણીત દીકરીને એકલી મોકલવી પડશે, તેમ જણાવ્યું હતું.

નવસારીઃ ગણદેવીમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે બે સગી બહેનો પર વારંવાર બળાત્કાર ગુજારીને બંનેને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી ગઈ છે. નંદુરબારના હવસખોર તાંત્રિકે બંનેને હવસનો શિકાર તો બનાવી જ હતી સાથે વિધિના બહાને દીકરીઓના પિતા પાસેથી 50 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તાંત્રિક ઉપરાંત બે શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગણદેવીના એક ગામમાં ઉત્તર પ્રદેશનો પરિવાર વરસોથી રહે છે. આ પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ચાર દીકરીઓ છે. જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેમાંથી 23 વર્ષીય દીકરીને એક સંતાન છે, પરંતુ પિયરમાં જ રહે છે. આ સિવાય 17 અને 13 વર્ષની બે દીકરીઓ પરિવારમાં છે. દરમિયાન ત્રણેક મહેના પહેલા ચીખલીના માણેકપોરના સુરેશ પટેલ(ઉં.વ.30) સાથે દીકરીના પિતાને પરિચય થયો હતો અને દીકરી પિયરથી સારે ન જતી હોવાનું જણાવ્યું હતું. જેથી સુરેશે તેમને એક તાંત્રિકને જાણતો હોવાનું કહ્યું હતું. આ પછી સુરેશ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને સાથે લઈ આવ્યો હતો. તાંત્રિકે દીકરીના પિતાને 'તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે' એવું જણાવ્યું હતું. તેમજ આ વિધિ માટે 50 હજારનો ખર્ચ થશે અને વિધિ માટે પરણીત દીકરીને એકલી મોકલવી પડશે, તેમ જણાવ્યું હતું. આ સાંભળ્યા પછી દીકરીના પિતાએ તાંત્રિકના ખાતામાં 49,500 રૂપિયા નાંખી દીધા હતા. તેમજ તેની દીકરીને તાંત્રિક પાસે વિધિ માટે મૂકી આવ્યો હતો. અહીં તાંત્રિકે વિધિના બહાને પરિણીત યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન દીકરીના પિતા આવતાં હજુ વિધિ અધુરી હોવાનું જણાવ્યું હતું અને તેને ફરીથી લઈ આવવા સૂચના આપી હતી. તાંત્રિકથી ડરી ગયેલી દીકરીએ ઘરે કોઇને વાત કરી નહોતી પરંતુ બીજી વખત વિધિ માટે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ પછી દીકરીના પિતાએ તાંત્રિકને આ અંગે વાત કરતાં તેણે યુક્તિ અજમાવી હતી અને વિધિ પૂરી કરવી પડશે, તેમ કહી તેની નાની બહેન પાસે વિધિ પુરી કરાવવા જણાવ્યું હતું. આથી તેના પિતાએ વિચાર્યા વગર તેની બીજી દીકરીને મોકલી દીધી હતી. આ સગીરા પર પણ તાંત્રિકે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને તાંત્રિકે લગ્નની લાલચ આપીને કોઈને વાત ન કરવાનું જણાવ્યું હતું. દરમિયાન તાંત્રિકની હવસનો શિકાર બનેલી બંને બહેનો ગર્ભવતી થતાં પરિવાર સમસમી ઉઠ્યો હતો. આ પછી સમગ્ર હકિકત સામે આવતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જોકે, સગીરાએ આ અંગે તાંત્રિકને જણાવી દેતા તે સગીરાને નવસારીના અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક પઠાણ (ઉ.વ.૩૦) અને સુરેશ પટેલની મદદથી લાખાપોર લઈ ગયો હતો. જોકે, પિતાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને છોડાવી હતી અને ત્રણેયને જેલભેગા કરી દીધા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર-ઓફિસની બહાર દોડી આવ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget