શોધખોળ કરો

ગિફ્ટ સિટીમાં કોણ દારુ પી શકશે અને કોણ નહી ? જાણી લો આ 17 નિયમો

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદથી જ સમગ્ર રાજ્યમાં દારુની છૂટને લઈ ચર્ચાઓ સતત ચાલી રહી છે.

ગાંધીનગર: ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદથી જ સમગ્ર રાજ્યમાં દારુની છૂટને લઈ ચર્ચાઓ સતત ચાલી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગિફ્ટ સિટીમાં કોને દારુ મળશે અને કોને નહી ? શું  રાજ્યના તમામ નાગરિકો ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકશે કે નહીં ?  આ તમામ સવાલો રાજ્યના નાગરિકોને સતાવી રહ્યા છે. ત્યારે ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી તેને લઈ 17 નિયમો સામે આવ્યા છે.  ગિફ્ટી સિટીમાં કોણ દારૂ પી શકશે, ક્યા સ્થળો પર દારુ પી શકાશે.શું દારૂ પીધા બાદ વાહન ચલાવશે તો શું કાર્યવાહી થશે. આ સિવાય લાયસંસ ધારક જો નિયમો તોડશે તો તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે.

(1) એફ.એલ ૩ લાયન્સ શું છે ? તે કોને મળી શકે ? - ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ, ગીફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ –આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ-ક્લબ-રેસ્ટોરન્ટને લાયન્સ મળી શકશે.

(2) એફ.એલ ૩ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે ?- જે તે હોટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામકશ્રી, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજૂ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

(3) હાલના હેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે ?- ના, નહી કરી શકે, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે અન્ય લોકો નહી.

(4) ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે ?- ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

(5) ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?-  ગીફટસીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

(6) એફ.એલ.3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ?- લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

(7) ગીફટ સીટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે ?- એફ.એલ-3 લાયસેન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે. 

(8) એફ.એલ. ૩ લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું ?-  લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

(9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ-કઇ મંજુરી મેળવવાની રહેશે ?- લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે. 

(10) એફ.એલ.૩ લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકાશે?- ના, પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકશે નહી. 

(11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ ?- ના લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

(12) એફ.એલ-૩ લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે ?- લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

(13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે?-  ના વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં.

(14) લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઈ શું છે?- ૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.

(15) પરમીટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનું રહેશે? - લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

(16) હાલ રાજ્યમાં વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ અંગે શું જોગવાઇ છે ? - બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઈ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ છે- પરમીટ પોર્ટલ કાર્યરત છે

(17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે? - લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કરવાથી રજુ કરવાના રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેરHun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળીDiwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યોBhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 Essential Vaccines Every Woman Should Get: છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
Embed widget