શોધખોળ કરો
Advertisement
ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, જાણો એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં થશે મોટો ઘટાડો ? 80 રૂપિયે મળતી ડુંગળી કેટલામાં મળશે ?
દિવાળીના તહેવારો આવી રહ્યા છે, તાજેતરમાં દક્ષિણ ભારત , ગુજરાત સહિતના વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના લીધે શાકભાજીના પાકોને ભારે નુકશાની પહોંચી છે.
અમદાવાદઃ ડુંગળીના ભાવમાં નજીકના સમયમાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં હાલમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવ કિલોએ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના ભોજનની થાળીમાંથી ડુંગળીની ગાયબ જ થઈ ગઈ છે.
હાલમાં રાજસ્થાનના અલવરમાંથી, અફધાનિસ્તાનમાંથી ડુંગળીની આવક ચાલુ છે તેમજ સરકારે દેશભરમાં સ્ટોકમર્યાદા લાદી લેતા ડુંગળીના ભાવ હાલમાં થોડા અંકુશ હેઠળ આવ્યા હોવાનું જાણકારોનું માનવું છે. પરંતુ વરસાદથી મહારાષ્ટ્ર, ગુજરાતમાં ડુંગળીનો ૮૦ ટકા પાક નુકશાની પામ્યો હોવાથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં પણ આ ભાવ વધારો ચાલુ રહેશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે, તાજેતરમાં દક્ષિણ ભારત , ગુજરાત સહિતના વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના લીધે શાકભાજીના પાકોને ભારે નુકશાની પહોંચી છે.
જોકે વેપારીઓનું કહેવું છે કે, હાલમાં ડુંગળીની આવગ વધી રહી છે અને હાલની આવક આ રીતે જ યથાવત રહેશે તો ડુંગળીનો ભાવ ઘટી શકે છે. જોકે ડુંગળીની આવગ ઘટે તો જ ભાવ વધવાની શક્યતા છે. હાલમાં હોલસેલ ડુંગળીનો ભાવ 35-60 રૂપિયા આસપાસ છે જ્યારે રિટેલમાં ડુંગળી 50થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.
સપ્ટેમ્બર, ઓક્ટોબરનો આ માલ ડિસેમ્બરમાં આવવાનો હતો તેવામાં નુકશાની થતા આવક અને ગુણવત્તા ઘટશે. હાલમાં રાજસ્થાનના અલવરમાંથી આવતો માલ પણ ડિસેમ્બર સુધીમાં પુરો થઇ જશે જેથી ભાવ હજુ વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિમાં હોલસેલ વેપારીઓ માટે ૨૫ ટનની અને રિટેલ વેપારીઓ માટે ૨ ટનની સ્ટોક મર્યાદા લાદી દીધી છે. તેમ છતાંય ભાવ અંકુશની સ્થિતિ જોવા મળી રહી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement