ઓમિક્રોનના ખતરાને લઈ દાદરાનગર હવેલી અને દમણમાં લાગુ કરાયો નાઈટ કર્ફ્યૂ
ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સાવચેતીના ભાગ રૂપે રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. વિશ્વના 29 દેશોમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સાવચેતીના ભાગ રૂપે રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. પ્રસાશન દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સંઘ પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ અમલમાં રહેશે. આ સાથે જ કોવિડ -19ના પ્રોટોકોલનું ચુસ્ત અમલ કરવા આદેશ પણ કરાયા છે.
જામનગરમાં નવા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં
ઓમિક્રોનના ખતરા વચ્ચે સૌથી મહત્વના સમચાર સામે આવ્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હાહાકાર મચી ગયો છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
વેરિયન્ટની તપાસ માટે રિપોર્ટ પુણેની લેબમાં મોકલાયો. જીજી હોસ્પિટલમાંથી નમૂના પૂણે લેબમાં મોકલાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા વ્યક્તિને હાલ જીજી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયો છે.
જામનગરમાં નવા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર આરોગ્ય વિભાગની નજર રહેશે.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. કર્ણાટકમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. નવો વેરિયન્ટ ભારતમાં આવતા સરકાર એલર્ટ બની ગઈ છે. નવા વેરિયન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગે જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે મોડી રાતે રિપોર્ટ આવ્યો હતો. જેમાં 46 અને 66 વર્ષના બે વ્યક્તિમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. બંને કેસ કર્ણાટકના છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.