Omicron virus in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કયા જિલ્લામાં નોંધાયો કેસ?
દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનની એન્ટ્રી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
![Omicron virus in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કયા જિલ્લામાં નોંધાયો કેસ? Omicron virus in Gujarat : first case of Omicron resister in Jamnagar Omicron virus in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કયા જિલ્લામાં નોંધાયો કેસ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/3c86f23ea631c6657b45a2ff9e4e7006_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જામનગરઃ ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ છે. જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનની એન્ટ્રી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે.
આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.
ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં પણ આ નવા વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ લોકોમાં ડર પેસી ગયો છે. નવા વેરિયન્ટના ડરને કારણે રાજકોટની સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં 4 થી 5 ટકાનો ઘટાડો થયો છે. ઓમીક્રોન અને ઠડા વાતાવરણના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. નવા વેરિયન્ટથી અમુક વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા. નાના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે નથી મોકલી રહ્યા. માંડ માંડ સ્કૂલો શરૂ થઈ ત્યાં ઓમોક્રોનનો ડર વાલીઓને સતાવી રહ્યો છે.
હાલમાં સ્કૂલોમા નાના બાળકોમાં 35 ટકા વિદ્યાર્થીઓની હાજરી છે. ધોરણ 1 થી 5માં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા 40 ટકા જેટલી હાજરી હતી. 6 થી 12 ધોરણ સુધી હાલમાં 70 ટકા હાજરી છે. ઓમીક્રોન, ઠડું વાતાવરણ અને લગ્નની સિઝનના કારણે બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું 5 ટકા સંખ્યા ઘટી છે. ઓમોક્રોનથી વાલીઓમાં ડરનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારમાં બાળકોની સંખ્યાઓ ઘટી છે. વાલીઓને શિક્ષણ અધિકારીએ કહ્યું સલામતી જરૂરી પણ ડરવાની જરૂર નથી.
નોંધનીય છે કે, નવા સત્રથી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ધોરણ 1થી 5ની સ્કૂલો પણ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે કોરોનાના કેસો ઘટતા લોકોએ બાળકોને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટને પગલે ફરી એકવાર વાલીઓ ભયભીત થઈ ગયા છે અને કેટલાક વાલીઓ પોતાના સંતાનોના સ્વાસ્થ્યની ચિંતાને પગલે બાળકોને સ્કૂલે મોકલવાની ટાળી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)