એક દેશ એક ચલણ: રાજ્યમાં 4 મહાનગરમાં સૌપ્રથમવાર પ્રોજેક્ટ થશે શરુ, જાણો અન્ય વિગતો
એક દેશ એક ચલણ યોજના લાગૂ કરવાની તૈયારીઓ તેજ ચાલી રહી છે. કેંદ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી લાવવા જઈ રહી છે.
ગાંધીનગર: એક દેશ એક ચલણ યોજના લાગૂ કરવાની તૈયારીઓ તેજ ચાલી રહી છે. કેંદ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી લાવવા જઈ રહી છે. જેમાં કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં આ નિયમો લાગુ થઈ શકે છે. રાજ્યના ચાર મહાનગરોમાં આ યોજના લાગૂ થશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરમાં પ્રોજેકટ શરુ કરાશે.
તમામ રાજ્યોમાં એક સરખા નિયમો લાગુ થશે
એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ થયા બાદ તમામ રાજ્યોમાં એક સરખા નિયમો લાગુ થશે. જોકે હાલમાં ગુજરાતમાં તેની પ્રક્રિયા ચાલુ છે. જેમાં સૌથી પહેલા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં નિયમ લાગુ થશે પછી ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં નિયમો લાગુ થશે. આ સાથે જેટલા પણ CCTVથી ચલણ બનશે તે તમામ મોબાઈલ નંબર અને એડ્રેસ પર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે તો 90 દિવસ બાદ આપો આપ કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે
એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ કેંદ્ર સરકાર કામ કરી રહ્યું છે. કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ આ યોજના લાગુ કરી શકે છે. પ્રાથમિક માહિતી મુજબ આ યોજના લાગુ થયા બાદ સીસીટીવી કેમેરા દ્રારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં જશે. જ્યા કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે.
ગુજરાતમાં સૌપ્રથમ પહેલા તબક્કામાં મહાનગરોમાં પ્રોજેકટ શરુ કરાશે
કેંદ્ર સરકારની આ યોજના જ્યારે અમલમાં આવશે એમાં તરત ગુજરાતમાં સૌપ્રથમ પહેલા તબક્કામાં મહાનગરોમાં પ્રોજેકટ શરુ કરાશે. જે બાદમાં તમામ જિલ્લાઓમાં પણ આ સિસ્ટમ લહુ થઈ જશે. એક વાત એવી પણ છે કે, સંભવિત રીતે આ એક દેશ એક ચલણ સિસ્ટમ આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં લાગુ થઈ શકે છે.