![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 7 સાંસદો અને 25થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા
ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
![ભાજપના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 7 સાંસદો અને 25થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા One more MLA of BJP is corona infected, tested Covid 19 Positive ભાજપના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 7 સાંસદો અને 25થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/20/bbd539950ab13fdb153b80b89b57e76e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે તેમના સંપર્કમાં આવેલ લોકો કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાત સાંદો અને 25થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 349, અમદાવાદ કોર્પોરેશનમાં 335, વડોદરા કોર્પોરેશનમાં 127, રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરતમાં 101,ભાવનગર કોર્પોરેશન -32, મહેસાણા 26, ખેડા-24, પંચમહાલ-20, વડોદાર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન-18, સાબરકાંઠા 18, કચ્છ 17, રાજકોટ 17, ગાંધીનગર કોર્પોરેશન-15, નર્મદા 15, છોટા ઉદેપુર 14, આણંદ 12, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 12, જુનાગઢ કોર્પોરેશનમાં 11, જામનગર 10, પાટણ 10, અમદાવાદ 9, અમરેલી 9, બનાસકાંઠા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 278, અમદાવાદ કોર્પોરેશનમાં 252, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 69, સુરતમાં 15, રાજકોટ-10, ભરુચ-8, મહેસાણા-9, જામનગર કોર્પોરેશન -30, ખેડા-17, ભાવનગર કોર્પોરેશન 9, મહીસાગર 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 26,41,905 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,45,406 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)