Panchmahal: ગોધરામાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત, પોલીસે શરુ કરી તપાસ
પંચમહાલ: ગોધરાના હમીરપુર ગામ નજીક 50 નબર રેલ્વે ફાટક પાસે એક યુવકનું મોત થયું છે. ટ્રેનની અડફટે એક ઈસમનું મોત થયું છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર હમીરપુર ગામનાં દશરથ અર્જુનભાઈ બારીયા નામના વ્યક્તિનું મોત થયું છે.
પંચમહાલ: ગોધરાના હમીરપુર ગામ નજીક 50 નબર રેલ્વે ફાટક પાસે એક યુવકનું મોત થયું છે. ટ્રેનની અડફટે એક ઈસમનું મોત થયું છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર હમીરપુર ગામનાં દશરથ અર્જુનભાઈ બારીયા નામના વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી.
સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ
સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ઘટના બની છે. કોર્ટ પરિસરની માત્ર 100 મીટરના અંતરે હત્યા થઈ છે. સૂરજ યાદવ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવ બાઈક ઉપર જતો હતો ત્યારે તેને આંતરીને અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો. છરીના 15થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવને હાલ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા બે યુવકો દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલો કરી ફરાર થઈ ગયા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં
આ ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે કોર્ટ પરીસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષણ હથિયાર વડે સુરજ યાદવ નામના યુવક પર હુમલો કર્યો જેમાં તેની હત્યા કરવામાં આવી છે. સુરજ યાદવ હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી તે માટે આવ્યો હતો. અજાણ્યા બે યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ બંને યુવકો કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઇ તેમને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















