Watch Video: કિંજલ દવેએ આખરે તોડ્યું મૌન, વીડિયો પોસ્ટ કરી વિરોધીઓને આપ્યો વળતો જવાબ
Kinjal Dave Video: કિંજલ દવેના ઇન્ટર કાસ્ટ મેરેજના નિર્ણયથી તેમના સમાજના કેટલાક લોકોએ જે વિરોધ વ્યક્ત કર્યો છે. જેને લઇને કિંજલે આ વિરોધીઓને વળતો જવાબ આપતા એક વીડિયો પોસ્ટ કર્યો છે. જો કે સિંગર કિંજલ દવેના અસામાજિક શબ્દથી વિવાદ વધુ વકર્યો છે.

Kinjal Dave Video: ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં જ એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે એગેંજમેન્ટ કરી. . તેમણે તેમની જ્ઞાતિમાં નહિ પરંતુ ઈન્ટર કાસ્ટ મેરેજ કરવાનું પસંદ કરતા આ નિર્ણયનો બ્રહ્મ સમાજમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ જુદી જુદી પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. આખરે વિરોધનો સિંગર કિંજલ દવેએ પણ વળતો જવાબ આપ્યો છે. એક વીડિયો પોસ્ટ કરીને સિંગર કિંજલ દવેએ વિરોધીઓને જવાબ આપ્યો છે. વીડિયોના માધ્યમથી કિંજલ દવેએ શું કહ્યું જાણીએ...
સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો#KinjalDave #abpAsmita pic.twitter.com/SgynW6Epzu
— ABP Asmita (@abpasmitatv) December 15, 2025
સિંગર કિંજલ દવેએ વીડિયો પોસ્ટ દ્વારા તેમના વિચારો રજૂ કર્યો છે અને વિરોધીઓને જવાબ આુપ્યો છે. કિંજલ દવેએ કહ્યું કે," બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઊડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું હતું ત્યારે શું બે-ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે, એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, હજું આપણે 17મી 18મી સદીમાં જીવીએ છીએ, મહિલાઓને ઘૂંઘટમાં રાખીએ છીએ. હજુ સાટા પ્રથા ચાલે છે. જેની ભોગ હુ બની ચૂકી છું. તો પ્લીઝ દીકરીઓની પાંખ કાપી નાખતા આવા અસાજિકતત્વોને દૂર કરો. આને પહેલા તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે . જે કહે છે. અને આમને નાત બહાર કરશું, અરે ભાઈ, તમને 5 હજારમાં કોઈ પગાર પર નોકરીએ રાખવા તૈયાર નથી, તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે, તેમને મારી વિનંતી છે કે આવા અસામાજિક તત્વોને તમે દૂર કરો. હું અત્યાર સુધી મૌન રહી પરંતુ વાત જ્યારે મારા માતાપિતાની હશે હું ચૂપ નહિ રહું,. મારા પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ ન છોડવાની તાકાત ધરાવું છું"
ઉલ્લેખનિય છે કે, લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી., ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરીહતી. આ સમાચારથી ફેન્સ ખુશ થયા હતા અને બધાએ ખૂબ શુભકામના પાઠવી હતી પરંતુ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના કેટલાક લોકોએ આ ઇન્ટર કાસ્ટ મેરેજનો વિરોધ કરી રહયાં છે. જેને લઇને કિંજલ દવેએ મૌન તોડતા વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે. જો કે હવે તેના જવાબ પર પણ વિવાદ વધુ વકર્યો છે. કિંજલ દવેના નિવેદન પર પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના ઉપ પ્રમુખે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે. "સમાજના લોકોને અસામાજિક તત્વો કહેવા એ પણ ગુનો છે, આ સમાજને બદનામ કરવાનો પ્રયાસ છે. આ નિર્ણય કોઈ એક વ્યક્તિએ નહીં સમાજે લીધો છે.સમાજના બંધારણ મુજબ અમારા માટે આ ગુનો છે. કિંજલ દવે સાથે અમારી કોઈ દુશ્મની નથી. આંતરજ્ઞાતિય સગાઈના કારણે સમાજને દુઃખ થયું છે"





















