Paper Leak News Live Update: પેપર લીક મામલે મોટો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસથી જ થયું હતુ લીક
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારોમાં ઘોર નિરાશા

Background
ગાંધીનગર:રાજ્ય સરકાર ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઇ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઇ છે. પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી.
Paper Leak News Live Update પેપર લીક પરીક્ષાર્થીઓ નિરાશા
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી. જો કે વારંવાર સરકારી નોકરી માટેની પરીક્ષાના પેપર ફૂટતા બેરોજગાર પરીક્ષાર્થીઓમાં ઘોર નિરાશા જોવા મળી રહી છે.
પરીક્ષા માટે રિઝર્વેશન કરાવનાર અને બસ ટિકિટ લેનાર ઉમેદવારોને રિફંડ આપવા કરાયો નિર્ણય
પરીક્ષા માટે રિઝર્વેશન કરાવનાર અને બસ ટિકિટ લેનાર ઉમેદવારોને રિફંડ આપવા નિર્ણય કરાયો છે...અત્યાર સુધી એક હજાર 244 એક્સટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે....70 હજાર 541 પરીક્ષાર્થીઓને તેમના ઘરે.પહોંચાડમાં આવ્યાં
Exam Paper Leak: પરીક્ષાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, આગામી પરીક્ષા માટે એસટી બસ સેવા નિશુલ્ક
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં.પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે એસટી સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે. તેમજ ફરી પરીક્ષા માટે પણ ટૂંક સમયમા જ નવી તારીખ જાહેર થઇ શકે છે.



















