શોધખોળ કરો

આગામી એક મહિના સુધી રાજ્યમાં શનિ-રવિ પાન-મસાલાની દુકાન બંધ રહેશે, જાણો એસોસિએશન દ્વારા શું લેવાયો નિર્ણય ?

રાજકોટ પાન-મસાલા એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત કન્ટ્રોલ બહાર જઈ રહ્યું છે. વકરતા સંક્રમણ વચ્ચે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પાન- મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહયોગ આપવાની ખાતરી આપી છે. પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને આગામી એક મહિના માટે સમગ્ર ગુજરાતમાં દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દર શનિવાર- રવિવાર સ્વયંભૂ બંધ પાળવા તૈયારી દર્શાવી છે.

આ તરફ રાજકોટમાં વકરતા કોરોના સંક્રમણને લઈ આગામી શનિ- રવિવારના પાન- મસાલા એસોસિએશને બંધ પાળવાનો નિર્ણય લીધો છે. રાજકોટ પાન-મસાલા એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12,  રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1296 ,  સુરત કોર્પોરેશનમાં 891, રાજકોટ  કોર્પોરેશનમાં 340, વડોદરા કોર્પોરેશનમાં 256, સુરત 213, વડોદરા 141, જામનગર કોર્પોરેશન 123,  પાટણ 118, જામનગર-98,  મહેસાણા-91, બનાસકાંઠા-74, રાજકોટ-70, ભાવનગર કોર્પોરેશન-69, કચ્છ- 48, મહીસાગર-48, જુનાગઢ-46, ગાંધીનગર-45, જુનાગઢ કોર્પોરેશન-43,  ગાંધીનગર કોર્પોરેશન-41,  ખેડા-40, મોરબી-40, દાહોદ-37, પંચમહાલ-33, ભાવનગર-32, અમરેલી-30, આણંદ-30, નવસારીમાં 27, સાબરકાંઠા-25,  ભરુચ-23, વલસાડ-23, ગીર સોમનાથ-22, નર્મદા-22, નર્મદા-22, સુરેન્દ્રનગર-22, અમદાવાદમાં -20, દેવભૂમિ દ્વારકા-14, છોટાઉદેપુર-13 અને તાપીમાં 10 કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈકCM Bhupendra Patel: સરકારી વિભાગમાં નહીં રહે ખાલી જગ્યા! મુખ્યમંત્રીનું સૂચક નિવેદનBanaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Embed widget