શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ પરેશ ધાનાણીએ કોની સામે લાલ આંખ કરીને કહ્યું, 'મિસ્ટર ચૌધરી આ નહીં જ થાય'
ધાનાણીએ પોલીસ અધિકારી ચૌધરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, મિસ્ટર ચૌધરી આ નહીં જ થાય. તેમને પોલીસે અટકાવતા પોલીસ સાથે રકઝક કરી હતી. તેમજ તેઓ એકલા હોવાથી જવા દેવા માટે કહ્યું હતું. આ પછી તેમણે ત્યાંથી તેમનું એક્ટિવા ભગાવી દીધું હતું.
અમરેલીઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા. જોકે, પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી.
ધાનાણીએ પોલીસ અધિકારી ચૌધરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, મિસ્ટર ચૌધરી આ નહીં જ થાય. તેમને પોલીસે અટકાવતા પોલીસ સાથે રકઝક કરી હતી. તેમજ તેઓ એકલા હોવાથી જવા દેવા માટે કહ્યું હતું. આ પછી તેમણે ત્યાંથી તેમનું એક્ટિવા ભગાવી દીધું હતું.
જોકે, ધાનાણી સહિત કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી છે. પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ. અમરેલી શહેરમા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી થઈ હતી. તેમજ અંતે તેમની અટકાયક કરી લેવામાં આવી છે. અટકાયત સમયે પોલીસે તેમને જણાવ્યું હતું કે, તમે સાવ સાચો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion