IPL પહેલા KKRના આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, હવે જોવા મળશે નવી ભૂમિકામાં
Andre Russell Retirement From IPL: આન્દ્રે રસેલ 2026 IPL હરાજી પહેલા IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હરાજી પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા તેમને રિટેન કરવામાં આવ્યો ન હતો.

Andre Russell Retirement From IPL: આન્દ્રે રસેલે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 2014 થી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી રહેલા આન્દ્રે રસેલને આગામી સીઝન (IPL 2026) પહેલા KKR દ્વારા રિટેન કરવામાં આવ્યો ન હતો. રસેલ એક શાનદાર ઓલરાઉન્ડર છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બધી ફ્રેન્ચાઇઝીઓમાં તેને પોતાની ટીમમાં સમાવવા માટે જોરદાર સ્પર્ધા થશે. જોકે, રસેલે તે પહેલા IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
View this post on Instagram
IPL 2026 ની હરાજી પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સે ફક્ત 12 ખેલાડીઓને રિટેન કર્યા હતા. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે KKRના પોસ્ટર બોય તરીકે જાણીતા આન્દ્રે રસેલનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા આન્દ્રે રસેલે એક વીડિયો શેર કર્યો જેમાં KKR સાથેના તેમના કેટલાક યાદગાર ક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે એ પણ જાહેરાત કરી કે તેઓ IPL 2026 માં KKR સાથે નવી ભૂમિકામાં જોવા મળશે.
આન્દ્રે રસેલનું IPL કરિયર
આન્દ્રે રસેલ KKR ના પોસ્ટર બોય તરીકે જાણીતો હતો., તેથી ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે રસેલે તેની IPL કરિયર દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને શરૂ કરી હતી. તે 2012 અને 2013 માં દિલ્હી તરફથી રમ્યો હતો, 2014 માં KKR માં જોડાયો હતો અને ત્યારથી તે ટીમનો મુખ્ય સભ્ય બની ગયો છે.
DC માટે આન્દ્રે રસેલ - 7 મેચ, 58 રન અને 1 વિકેટ
KKR માટે આન્દ્રે રસેલ - 133 મેચ, 2593 રન અને 122 વિકેટ
🚨 ANDRE RUSSELL HAS ANNOUNCED HIS RETIREMENT FROM THE IPL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2025
- Thank you for the memories, Russell. ❤️ pic.twitter.com/bF2Wcjh1tp
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
KKR એ કેટલા ખેલાડીઓને રિટેન કર્યા? - 12 (2 વિદેશી)
રિટેેન કરેલા ખેલાડીઓ પર કુલ ખર્ચ - ₹60.70 કરોડ
IPL 2026ની હરાજીમાં KKRનું ઉપલબ્ધ બેલેન્સ - ₹64.30 કરોડ
KKR ના રિટેન કરાયેલા ખેલાડીઓ: અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, અનુકુલ રોય, હર્ષિત રાણા, મનીષ પાંડે, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, ઉમરાન મલિક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.



















