શોધખોળ કરો
Advertisement
સોમનાથ મંદિરમાં દર્શન માટે આજથી પાસ સિસ્ટમ ફરજિયાત
સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે આજથી પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે.
ગીર સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે આજથી પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. દર્શનના સમય મુજબ દર કલાકે માત્ર 200 પાસ ઈશ્યુ કરવામાં આવશે. દિવસની ત્રણમાંથી એક પણ આરતીમાં કોઈને પ્રવેશ નહી આપવામાં આવે.
સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સોમનાથમાં ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટે સંકલન બેઠક કરી હતી. આ બેઠક બાદ સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. તાલુકાની બહારના દર્શનાર્થી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ દર્શન કરવાની પરવાનગી મળશે.
સોમનાથ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5.30 થી 6.30, બપોરે 12.30 થી 6.30 અને સાંજે 7.30 થી 9.15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે. પાસ સિસ્ટમ અને દર્શનના સમયમાં ફેરફારનો નિયમ આજથી લાગુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement