(Source: ECI/ABP News/ABP Majha)
પાટણ ભાજપના ઉમેદવાર ડૉ. રાજુલબેન દેસાઈએ BJPના સ્થાનિક નેતાઓને હાર માટે જવાબદાર ગણાવ્યા
182 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે.
પાટણ: 182 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કિર્તીસિંહ વાઘેલાએ હારનું ઠીકરૂ સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું. હવે તે જ વાતને આગળ વધારી પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતા વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને જયચંદ ગણાવી ગંભીર આરોપ લગાવ્યા છે. રાજુલબેન દેસાઈએ પણ જાહેરમાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરૂદ્ધ ગણાવ્યા છે.
પાટણમાં ભાજપ હારેલ ઉમેદવાર રાજુલબેન દેસાઈએ સભા યોજી હતી. પાટણની બેઠક પર ભાજપની હાર બાદ આજે સભાનું આયોજન કર્યું હતું. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યા હતા. રાજુલબેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચોહાણનું ઉદાહરણ આપતા કહ્યું, પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા.
PM Modi Nagpur Visit: નાગપુરમાં પીએમ મોદીએ કરી મેટ્રોમાં સફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં તેમનું મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમજ મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદી સીધા નાગપુર રેલવે સ્ટેશન પહોંચ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે પણ હાજર હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. 2 મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરી. એક સ્થાનિકનું કહેવું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં અમારા ઘણા સપના સાકાર થયા છે. અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે તેમને આ વિકાસ કાર્યો પર ગર્વ છે, આટલા લાંબા સમય પછી કંઈક સારું થઈ રહ્યું છે.
પીએમ મોદીએ નાગપુર મેટ્રોમાં મુસાફરી કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રીડમ પાર્કથી ખાપરી સુધી નાગપુર મેટ્રોની મુસાફરી કરી, આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાને નાગપુર મેટ્રોના ફ્રીડમ પાર્ક સ્ટેશન પરથી તેમની ટિકિટ ખરીદી હતી.
PM મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-1' રાષ્ટ્રને સમર્પિત કર્યું અને 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
PM મોદીએ નાગપુરમાં વગાડ્યો ઢોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં તે ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે. પીએમઓએ ટ્વિટ કરીને લખ્યું, મહારાષ્ટ્રના નાગપુરમાં પરંપરાગત સ્વાગત.