PATAN : પાટણ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ, 400 જેટલા કાર્યકરોકો ગ્રેસમાં જોડાયા
Patan News : પાટણ ન્યૂઝ પાટણ જિલ્લા સરસ્વતિ તાલુકાના ભાજપના 400 જેટલા કાર્યકરો કોગ્રેસમાં જોડાયા.
Patan : પાટણ જિલ્લા ભાજપ સંગઠનમાં મોટું ભંગાણ સર્જાયું છે. સરસ્વતિ તાલુકાના કાતરા ગામે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં સરસ્વતિ તાલુકાના ભાજપઆ 400 જેટલા કાર્યકરો-નેતાઓ કોગ્રેસમાં જોડાયા છે. સરસ્વતિ તાલુકા ભાજપ મહામંત્રી જમનાબેન પટેલ સહીત મોટી સંખ્યમાં લોકો કોગ્રેસમાં જોડાયા છે. સિદ્ધપુરના કોગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે લોકોએ કોગ્રેસનો ખેસ પહેર્યો.કાતરા ગામે કોગ્રેસનો યોજાયેલ કાર્યક્રમ માં ગામ લોકો ભાજપ છોડી કોગ્રેસમાં જોડાયા છે.
બનાસકાંઠામાં ચૌધરી સમાજનું મહાસંમેલન, વિપુલ ચૌધરીએ કર્યું શક્તિ પ્રદર્શન
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં રાજયના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કરી અર્બુદા સેના થકી સમાજના હિતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે અર્બુદા સેનાને મજબૂત થવા હાકલ કરી હતી.
વડગામ તાલુકાના મગરવાડા ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહાસંમેલનમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ચૌધરી સમાજના યુવાનોની બનાવેલી અર્બુદા સેના થકી બાઈક રેલી દ્વારા વડગામ તાલુકામાં યુવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
મહાસંમેલનની સભામાં સહકાર ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે અર્બુદા સેનાને આગળ વધવા હાકલ કરી હતી. મોટી સંખ્યામાં અર્બુદા સેનામાં જોડાયેલા યુવાનોએ પણ વિપુલ ચૌધરીને સમર્થન આપ્યું હતું અને વિપુલ ચૌધરી કહ્યું હતું કે આગામી સમયમાં અર્બુદા સેના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધી અને સમાજના હિતમાં કામ કરશે.