Patan : જાહેરમાં જ અજાણ્યા શખ્સોએ બે લોકોને મારી દીધી ગોળી, એકનું ઘટનાસ્થળે જ મોત
હારીજ એપીએમસીના દરવાજા પાસે જાહેરમાં જ બે વ્યક્તિને અજાણ્યા શખ્સો ગોળી મારીને ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પાટણઃ હારીજ એપીએમસીના દરવાજા પાસે જાહેરમાં જ બે વ્યક્તિને અજાણ્યા શખ્સો ગોળી મારીને ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ વિગત સામે આવશે. એપીએમસી પાસે જ ફાયરિંગની ઘટના બનતા થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી.
ખોડિયારધામના મહંતના કેસમાં થયો વધુ એક મોટો ધડાકોઃ આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં કોની ભૂમિકા આવી બહાર?
રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી છે. ડો. નિમાવતના કહેવાથી ડો. કારેલીયાએ મહંતનું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ કબ્જે કર્યું છે. એટલું જ નહીં, કથિત વીડિયોમાં દેખાતી બે યુવતીઓ પૈકી એક યુવતીનું પોલીસે નિવેદન નોંધ્યું, બીજી યુવતીની શોધખોળ હાથ ધરી છે. મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
મહંત સાથેના વીડિયોમાં દેખાયેલી એક યુવતી પોલીસ સમક્ષ હાજર થઈ છે અને તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા હતા. મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ મહંતની જ ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા.
યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોના અંતમાં વીડિયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતા હોય તેવું સંભળાય છે. મહંતના યુવતી સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.
ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ-છ વખત મોકલી વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો બતાવી મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા. વિક્રમ ભરવાડે મહંતને લાકડી દેખાડી તેના પુરાવા મળ્યા છે. મહંતના આપધાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદેદારોની ભૂમિકા શંકાસ્પદ છે. દેવ હોસ્પિટલના ડો. નિમાવતની પણ પૂછપરછ થશે. મહંતના આપધાતની વિજ્ઞાનીક ઢબે તપાસ થશે. પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી છે.
ગઈ કાલે ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.
રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું.
સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.