શોધખોળ કરો

પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત દાવાના કેસમાં કાજલ હિંદુસ્તાનીની મુશ્કેલી વધી, કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ

જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી મોરબીના પાટીદાર સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે.

Kajal Hindustani Controversty: મોરબી કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કાજલ હિંદુસ્તાની સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ વર્ષ 2023માં સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે કરેલા વિવાદિત નિવેદનને લગતો છે. કોર્ટના આદેશ મુજબ, કાજલ હિંદુસ્તાનીને 17 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે. આ નિર્ણય 2 એપ્રિલ, 2024ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીના આધારે લેવામાં આવ્યો છે, જેમાં કાજલ હિંદુસ્તાની સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે, "જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી મોરબીના પાટીદાર સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે."

સુરતના કાર્યક્રમમાં મોરબીની ૭ પાટીદાર દીકરીઓ વિષે ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી. છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી ના માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવા અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે.

મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાનીને તા. ૦૮ ૦૬ ૨૦૨૩ ના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિષે કરેલી ટીપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. જે મામલે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પાંચોટિયાએ જણાવ્યું હતું કે તા. ૦૨ ૦૪ ૨૦૨૪ ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા ૧૪ ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે અને આગામી તા. ૧૭ ૦૯ ૨૪ ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાશે.

કોર્ટે હુકમ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની ટીપ્પણીથી મોરબીના પટેલ સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાની પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હોય જેથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૪૯૯,૫૦૦ અન્વયેના ગુના સંબંધે સાહેદ લીસ્ટ, ફરિયાદ અને દસ્તાવેજોની નકલો રજુ કર્યેથી પ્રસેસ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબો માટે કરી મોટી જાહેરાત, જાણો શું લાભ થશે

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget