શોધખોળ કરો

PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'

PM Modi in Gujarat: સોમનાથ મહાદેવના  મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે

LIVE

Key Events
pm modi gujarat visit somnath temple amrut mahotsav live updates PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે
Source : ABPLIVE AI

Background

PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરની જનતામાં પીએમ મોદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્થાનિક લોકોએ 'દિલ સે મોદી' લખેલી ખાસ ઘડિયાળો પહેરીને પીએમને અનોખી રીતે આવકાર્યા હતા. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા વાગોળતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું. પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત ક્લાયમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવનારું પ્રથમ રાજ્ય છે અને રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના લાંબા રાજકીય જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ બંગાળના પરિણામોનો પ્રભાવ પહેલીવાર આટલો ઊંડો અનુભવ્યો છે. બંગાળના વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બંગાળના લોકોને કોઈ પીડા થાય તો તેની વેદના ગુજરાતીઓ અનુભવતા હતા. ત્યારે આ પરિણામોથી દરેક ગુજરાતીને હાશકારાનો અનુભવ થયો છે. આ માટે ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે. બંગાળમાં પરિવર્તન આવતા ગુજરાતના લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. બંગાળના વિકાસમાં છેલ્લા 50 વર્ષનો જે ખાડો છે, તેને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે.

પીએમએ કહ્યું કે, દેશની યુવા પેઢી હવે જાગૃત છે અને તેઓ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેઓ ભાજપને સતત જનસમર્થન આપી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરી રહ્યા છે, મોટા સપનાઓ જોઈ રહ્યા છે અને તેને સાકાર પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી આજે સોમનાથની મુલાકાત લેવાના છે. સોમનાથ મહાદેવના  મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં પીએમ મોદી ભાગ લેશે અને ત્યાર બાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે.

13:26 PM (IST)  •  11 May 2026

PM Modi in Gujarat Live: 75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ નહોતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભામાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે જે પ્રકારનું વાતાવરણ છે તે જોતા લાગી રહ્યું છે કે, સમગ્ર સૃષ્ટિ આજે કહી રહી છે કે જય સોમનાથ જય જય સોમનાથ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. ઝેર પીને જે શંકર થયા તેમના શરણમાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દાદાના સોમનાથના અન્નય ભક્ત તરીકે અનેકવાર નતમસ્તક થયો છું. 

થોડા સમય પહેલા અહીં આવ્યો ત્યારે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવી રહ્યાં હતા અને આજે આધુનિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી સાથે આપણે માત્ર બે આયોજનોના ભાગ નથી બન્યા પરંતુ આપણે હજાર વર્ષોની અમૃત યાત્રાને અનુભવ કરવાનો શિવજીએ મોકો આપ્યો છે. 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃસ્થાપના એ કોઇ સાધારણ અવસર ન હતો. જો 1947માં ભારત આઝાદ થયું હતું તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાની ઉદ્ઘોષણા કરી હતી. હું સમગ્ર દેશવાસીઓ અને શિવભક્તોને આ મહોત્સવની શુભકામના પાઠવું છું. આજનો દિવસ બીજી એક અન્ય બાબતથી પણ વિશેષ છે. 11 મે 1998માં આજના દિવસે દેશે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું. દેશે 11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની ક્ષમતાને વિશ્વની સામે રાખી હતી. 

75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. સ્વતંત્રતા સમયે સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો આકાર બનાવ્યો હતો. ભારતે માત્ર આઝાદી મેળવી નથી પરંતુ તેના વારસાના ગૌરવને પણ સ્વીકારી રહ્યું છે.

11:58 AM (IST)  •  11 May 2026

PM Modi in Gujarat Live: સોમનાથ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરાઈ હતી

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget