શોધખોળ કરો

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat visit:સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અનેક હુમલાઓ છતાં, ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભારતના સભ્યતા પ્રત્યેના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું વારંવાર નિર્માણ થયું. તેમણે કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ રાષ્ટ્રના બહાદુર સપૂતોને યાદ કરવાનો અવસર છે જેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન ન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, અને દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.

PM Modi Gujarat visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે.  પીએમ મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે.ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને  1૦૦૦મા  વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.

આવતીકાલે, પ્રધાનમંત્રી મોદી રાજકોટ જશે. ત્યાં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી સમિટમાં આયોજિત વેપાર મેળા અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.રાજકોટથી, પ્રધાનમંત્રી અમદાવાદ જશે, જ્યાં તેઓ સેક્ટર 10-A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે.
સોમવારે, પીએમ  મોદી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે.

પીએમ મોદીએ શુક્રવારે X પર પોસ્ટ કર્યું, "સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, જે દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, મને આવતીકાલે રાત્રે 8 વાગ્યે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં ભાગ લેવાનો લહાવો મળશે.

બીજા દિવસે સવારે, લગભગ 9:45 વાગ્યે, ભારત માતાના અસંખ્ય બહાદુર સપૂતોને સમર્પિત શૌર્ય યાત્રામાં ભાગ લીધા પછી, હું મંદિરની મુલાકાત લઈશ અને પૂજા કરીશ. આ પછી, મને એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાની અને પછી મંદિર પરિસરમાં યોજાઈ રહેલા ભવ્ય ડ્રોન શોનું નિરીક્ષણ કરવાની તક પણ મળશે."

કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
આ  ધાર્મિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમમાં 100,000 થી વધુ લોકો હાજરી આપે તેવી પણ અપેક્ષા છે,  કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે  કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget