(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi in Gujarat : કેવડિયા કોલોનીમાં PM મોદીએ મિશન લાઈફ લોન્ચ કર્યું, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક
આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી
નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે યુએનના મહાસચિવ António Guterres સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી.
Gujarat | PM Modi and UN Secretary-General Antonio Guterres launch 'Mission LiFE' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/J0A9lVBpAA
— ANI (@ANI) October 20, 2022
લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પર્યાવરણને અનુકુળ જીવનશૈલી અપનાવો. સરકાર અને આંતરરાષ્ટ્રી સંસ્થાઓની જવાબદારી મોટી છે. આજે આપણા ગ્લેશિયલ પીગળી રહ્યા છે. આજે આપણા સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઇફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે. એસીનુ તાપમાન બહુ ઓછુ ન રાખવું જોઇએ. 160 કરોડથી વધુ એલઇડી બલ્બ બનાવાયા છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi meets António Guterres, Secretary-General of the United Nations, holds bilateral talks in Kevadia, Narmada District pic.twitter.com/ElJXQdHISW
— ANI (@ANI) October 20, 2022
દરમિયાન પીએમ મોદીએ કેવડિયાના એકતા નગરમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે António Guterres ની હાજરીમાં 'મિશન લાઈફ' (લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ) લોન્ચ કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ મિશનનો ઉદ્દેશ્ય ત્રિ-પાંખીય વ્યૂહરચના અમલમાં મુકીને ક્લાયમેન્ટ ચેન્જની અસરોનો સામનો કરવાનો છે.
Gujarat | PM Modi along with UN Secretary-General Antonio Guterres arrive for the Global launch of 'Mission Life' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/aLnmPXrkZ9
— ANI (@ANI) October 20, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 22 ઓક્ટોબર દરમિયાન કેવડિયામાં વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત 10મી 'હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સ'માં પણ ભાગ લેશે. વિશ્વભરના ભારતીય મિશનના 118 વડાઓ (રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો) આ સંમેલનમાં ભાગ લેશે.
During PM Modi's leadership as CM of Gujarat, the state became Asia's first state to begin a separate climate change department in 2009. It is under him that so many solar plants have been installed in the state: Gujarat CM Bhupendra Patel at the launch of Mission LiFE in Kevadia pic.twitter.com/Lo63BaSg8Q
— ANI (@ANI) October 20, 2022