શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ: સ્વામિનારાયણ સાધુની કામલીલાનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? જાણીને ચોંકી જશો
માંગરોળ જુના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાલચરણ સ્વામીના ફેસબુકમાં એક યુવતી સંપર્કમાં આવી હતી. સ્વામીને અમદાવાદની એક હનીબાની હોટલમાં મળવા બોલાવી હતી
જૂનાગઢ: માંગરોળ જુના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાલચરણ સ્વામીના ફેસબુકમાં એક યુવતી સંપર્કમાં આવી હતી. સ્વામીને અમદાવાદની એક હનીબાની હોટલમાં મળવા બોલાવી હતી ત્યાર બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જોકે યુવતીએ શારીરિક સંબંધો બાધ્યાં તેની બિભસ્ત ક્લીપ બનાવી લીધી હતી. ત્યારે આ યુવતીના સંપર્કમાં રહેલ અન્ય ત્રણ યુવાનોએ સ્વામીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું વારંવાર ફોન કરીને 50 લાખની ખંડણી માગતા હતાં.
ત્યાર બાદ સ્વામીએ મંદીરના કોઠારીને જાણ કરતાં સ્વામીએ તેને પોલીસ ફરીયાદ કરવાનું કેહતા ગોપાલચરણ સ્વામીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. માંગરોળ પોલીસે બનાવની ગંભીરતા સમજીને હની ટ્રેપમાં ફસવનાર ત્રણ યુવાનો અને એક યુવતીની ધરપકડ કરી હતી. હની ટ્રેપમાં આરોપી તરીકે જીતેન્દ્ર વડારીયા, ભાવેશ લડાણી, વિક્રમસિંહ કાગડા સહિત એક યુવતી હબીબાનુંની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હની ટ્રેપ મામલે માંગરોળ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામી ગોપાલ ચારણદાસજી આ મંદીરમાં રહેતો હતો અને તેને મને જાણ કરી હતી કે, મારી સાથે આવો બનાવ બન્યો છે ત્યાર બાદ મેં તેને પોલીસ ફરીયાદ કરવા જણાવ્યું હતું અને તેણે હાલ માંગરોળ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. અત્યારે સ્વામી ક્યાં છે તેની મને કોઈ જાણ નથી.
જૂનાગઢના માંગરોળમાં હનીટ્રેપને લઈને ગોપાલચરણ પ્રેમવતીનંદન દાસજીએ ફરિયાદ નોંધાવી છે. સ્વામીની બિભસ્ત ક્લીપ ઉતારીને બ્લેકમેલ કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને પોલીસે તપાસ કરી હતી અને 4 શખ્સોની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement