શોધખોળ કરો
ભાજપનાં મહિલા સાંસદે ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં માસ્ક વિના આપી હાજરી, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા ને પછી શું થયું?
ગાયક કલાકાર ગીતાબેન રબારીના ગીતોમાં દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે લોકો કોરોનાની ગાઇડલાઈન્સ ભૂલ્યા હતા. કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ સહિતના અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

ખંભાળીયામાં લગ્ન રિસેપ્શનમાં ગીતા રબારી સાથે સાંસદ પૂનમ માડમ.
દ્વારકાઃ બે દિવસ પહેલા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના નવી મોવાણ ગામે હાઈપ્રોફાઇલ લગ્ન યોજાયા હતા. ઉદ્યોગપતિ ભીખુભાઈ ગોજીયાના પુત્ર નિર્મલ હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો હતો. આ પછી પહેલી ડિસેમ્બરે નવી મોવાણ ખાતે રિસેપ્શન યોજાયું હતું. આ સમયે ગુજરાતી ગાયિકા ગીતા રબારી સહિતના બીજા કલાકારોનું પર્ફોમન્સ યોજાયું હતું. જેમાં કોરાના ગાઇડલાઇનનો ઉલ્લંઘન થયો હતો. આ કાર્યક્રમમાં મહિલા સાંસદે પણ હાજરી આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતો કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગાયક કલાકાર ગીતાબેન રબારીના ગીતોમાં દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે લોકો કોરોનાની ગાઇડલાઈન્સ ભૂલ્યા હતા. કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ સહિતના અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ખંભાળિયા પોલીસ એ ઇ.પી.કો કલમ - ૧૮૮ , ૨૬૯ તથા ધી એપેડેમિક એક્ટ કલમ - ૩ અને ૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રિસેપ્શનમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. સામાજિક અંતર અને કોવીડની ગાઈડલાઈન્સ અંગે જાગૃતિ ફેલાવવા કલાકાર ગીતાબેન રબારીના જ કાર્યક્રમમાં જ સામાજિક અંતર સહિત અનેક નિયમોના ધજાગરા ઉડ્યા હતા.




વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement