(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack: ફરજ બજાવીને પરત ઘરે જતાં GRD જવાનનું હાર્ટ અટેકથી મોત
હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે.
બોટાદ:હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે.
નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45 વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના ગોરડકા બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે.
Surat: સુરતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 લોકોનાં મોતથી હાહાકાર
Heart Attack: સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ છે. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મોત થયા છે. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે, જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે.
સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ છે. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બુધવારે રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.